Stray Dogs in Delhi NCR: Animal Rights Activist અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને લઈ સુપ્રીમ કોર્ટના આદેશની આલોચના કરી છે. મેનકા ગાંધીએ સુપ્રીમ કોર્ટના રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવાના નિર્દેશને અવ્યવહારુ, નાણાકીય રીતે અયોગ્ય અને વિસ્તારના પર્યાવરણીય સંતુલન માટે સંભવિત રીતે હાનિકારક ગણાવ્યો છે.
મેનકા ગાંધીએ શું કહ્યું જાણો આ વીડિયોમાં
મેનકા ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આ આદેશના અમલ માટે એવી જગ્યાએ આશ્રય ગૃહો બનાવવા પડશે જ્યાં કોઈ રહેણાંક વસાહતો કે ખેતીની જમીન ન હોય. આ ઉપરાંત અમલીકરણના ખર્ચ અંગે તેમણે કહ્યું કે એક રસોડું બનાવવું પડશે. એક ચોકીદારની નિમણૂક કરવી પડશે અને મળમૂત્ર સાફ કરવા માટે દરેક જગ્યાએ ઓછામાં ઓછા પાંચ લોકોની નિમણૂક કરવી પડશે. આ માટે વીજળીથી લઈને કેનલ અને અન્ય વસ્તુઓ સુધીની વ્યવસ્થા કરવી પડશે. દર અઠવાડિયે લગભગ ત્રણથી ચાર અને એક મહિનામાં 15 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થશે.
મેનકા ગાંધીએ MCD પર નારાજગી વ્યક્ત કરી
રખડતા કૂતરાઓની જરૂરિયાતો પૂરી કરવાના પ્રશ્ન પર મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ જે કૂતરાઓને ઉપાડે છે તેમાંથી કેટલાકને ટિક ફીવર હશે, કેટલાકને ડિસ્ટેમ્પર હશે. કેટલીક માદા શ્વાન ગર્ભવતી હશે. તેઓ તેમને કેવી રીતે અલગ કરશે. શહેરમાં રખડતા કૂતરાઓની સમસ્યા અંગે મેનકા ગાંધીએ કહ્યું કે MCD ને કારણે આ સમસ્યા ઊભી થઈ છે; તેમના ગેરવહીવટથી આ મોટી સમસ્યા ઊભી થઈ છે.
આ પણ વાંચો: ‘ગુજરાતના લોકો બિહારના મતદાતા બની રહ્યા છે’, તેજસ્વીએ કહ્યું – ભાજપનું ષડયંત્ર સમજવું પડશે
મેનકા ગાંધીએ કહ્યું, “એમસીડી કહી રહ્યું છે કે અમારી પાસે 77 જગ્યાઓ છે જ્યાં કૂતરા રાખી શકાય છે. આ 77 જગ્યાઓ 20 વર્ષથી બિનઉપયોગી પડી છે, તેમનું કદ શું છે? આમાંથી કોઈ હોસ્પિટલ નથી પરંતુ એક ડૉક્ટરવાળા ક્લિનિક્સ છે અને તેમનું કદ બેડરૂમ જેટલું મોટું છે. તમે તેમાં કેટલા કૂતરા રાખશો?”