બિહારના સૌથી ધનિક ઉમેદવાર ગુડ્ડુ પટેલ કોણ છે? 373 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

મહાગઠબંધનના ઘટક વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના ઉમેદવાર રણ કૌશલ પ્રતાપ સિંહ છે અને તેમની કુલ સંપત્તિ ₹373 કરોડની છે. આ માહિતી રણ કૌશલ પ્રતાપ સિંહે તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી હતી.

મહાગઠબંધનના ઘટક વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના ઉમેદવાર રણ કૌશલ પ્રતાપ સિંહ છે અને તેમની કુલ સંપત્તિ ₹373 કરોડની છે. આ માહિતી રણ કૌશલ પ્રતાપ સિંહે તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
lauriya assembly elections

ગુડ્ડુ પટેલે 2015ની ચૂંટણી RJD ટિકિટ પર લડી હતી અને બીજા સ્થાને રહ્યા હતા. (Facebook Photo)

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો છેલ્લો દિવસ 4 નવેમ્બર હતો. દરમિયાન બિહારમાં મુખ્ય પક્ષોના 80 ટકાથી વધુ ઉમેદવારો કરોડપતિ છે. બિહારમાં સૌથી ધનિક ઉમેદવાર રણ કૌશલ પ્રતાપ સિંહ છે, જે પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Advertisment

ગુડ્ડુ પટેલની સંપત્તિ ₹373 કરોડની છે

મહાગઠબંધનના ઘટક વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) ના ઉમેદવાર રણ કૌશલ પ્રતાપ સિંહ છે અને તેમની કુલ સંપત્તિ ₹373 કરોડની છે. આ માહિતી રણ કૌશલ પ્રતાપ સિંહે તેમના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરી હતી. રણ કૌશલ પ્રતાપ સિંહ આ વિસ્તારમાં ગુડ્ડુ પટેલ તરીકે પણ જાણીતા છે. તેઓ અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.

તેઓ બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે

ગુડ્ડુ પટેલે 2015ની ચૂંટણી RJD ટિકિટ પર લડી હતી અને બીજા સ્થાને રહ્યા હતા. જોકે 2020માં જ્યારે RJDએ તેમને ટિકિટ ના આપી, ત્યારે તેમણે BSC ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં રણ કૌશલ પ્રતાપ સિંહ BSP ઉમેદવાર હતા અને તેમને 17,515 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર વિનય બિહારીએ 29,04 મતોથી બેઠક જીતી હતી, જ્યારે RJDના શંભુ તિવારી બીજા સ્થાને રહ્યા હતા.

આ પણ વાંચો: છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીની ઉપર ચડી ગઇ પેસેન્જર ટ્રેન, 5 લોકોના મોત

Advertisment

2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિનય બિહારીએ લૌરિયા વિધાનસભા બેઠક જીતી હતી. ગુડ્ડુ પટેલ બીજા સ્થાને રહ્યા હોવા છતાં તેઓ 17,573 મતોથી હારી ગયા હતા. ગુડ્ડુ પટેલનો દાવો છે કે તેમણે ક્યારેય દારૂ, બીડી, સિગારેટ, ગુટખા કે ખૈની પીધી નથી અને ક્યારેય પીશે પણ નહીં.

મતદાન 6 અને 11 નવેમ્બરે થશે અને 14 નવેમ્બરે પરિણામો જાહેર થશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 122 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

વિધાનસભા ચૂંટણી bihar india