કોણ છે ઈરાનના રસ્તાઓ પર ઈનરવેર પહેરીને ફરનાર છોકરી? જેણે હિઝાબ સામે ખોલ્યો મોર્ચો

Who is Ahoo Daryaei Iran: ઈરાનના રોડ પર એક છોકરી ઈનરવેરમાં ફરતી જોવા મળી હતી. જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ છોકરીનું નામ અહૌ દારિયાઈ છે.

Who is Ahoo Daryaei Iran: ઈરાનના રોડ પર એક છોકરી ઈનરવેરમાં ફરતી જોવા મળી હતી. જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ છોકરીનું નામ અહૌ દારિયાઈ છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahoo Daryaei, Iran, Hijab, Iran Innerwear Girl

અહૌ દારિયાઈ 30 વર્ષની છે. તે તેહરાનની આઝાદ યૂનિવર્સિટીથી ફ્રેંચ ભાષાનો અભ્યાસ કરી રહી છે. (તસવીર: @SafaiDarya/x)

Who is Ahoo Daryaei Iran: ઈરાનના રોડ પર એક છોકરી ઈનરવેરમાં ફરતી જોવા મળી હતી. જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ છોકરીનું નામ અહૌ દારિયાઈ છે. જેણે હિઝાબ સામે મોર્ચો માંડ્યો છે. મહસા અમીની બાદ અહૌ દારિયાઈ પોસ્ટર ગર્લ બની ગઈ છે. જોકે તેને કેટલાક લોકોની આલોચનાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, આટલું સાહસિક હોવું કોઈ સામાન્ય બાબત નથી. ઈરાનમાં હિઝાબની બંદિશોને તોડીને અહૌ દારિયાઈ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આવો જાણીએ કે તે છોકરી કોણ છે.

Advertisment

કોણ છે અહૌ દારિયાઈ?

અહૌ દારિયાઈ 30 વર્ષની છે. તે તેહરાનની આઝાદ યૂનિવર્સિટીથી ફ્રેંચ ભાષાનો અભ્યાસ કરી રહી છે. એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, 2 નવેમ્બરે હિઝાબને લઈ યુનિવર્સિટીના સુરક્ષાકર્મીઓ સાથે તેનો વિવાદ થઈ ગયો હતો. જેના વિરોધમાં આ છોકરીએ કેમ્પસમાં જ પોતાના કપડા ઉતારી નાંખ્યા અને માત્ર ઈનરવેરમાં ફરવા લાગી. તે ઘણા સમય સુધી ઈનરવેરમા રસ્તા પર ફરતી રહી. આ દ્રશ્ય જોઈ બાકીના વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા. જેના પછી પોલીસે તેની અટકાયત કરી પછી તેને મનોરોગી કેન્દ્ર મોકલી દેવામાં આવી. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ હંમેશાની માફક તેને મનોરોગી સાબિત કરવામાં જોતરાઈ છે.

https://twitter.com/SafaiDarya/status/1853124911671480330

"તેના જીવને ખતરો"

ત્યાં જ કેટલાક લોકોએ તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. બેલ્જિયમની સાંસદ અને હ્યૂમન રાઈટ્સ એક્ટિવિસ્ટ દરિયા સફઈએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું- તેનો જીવ ખતરામાં છે. અહૌ દારિયાઈ તે વિદ્યાર્થિની છે, જેણે અયાતુલ્લાની પોલીસના અત્યાચાર અને ઉસ્પીડનના વિરોધમાં પોતાના કપડા ઉતાર્યા. તેમણે તેની ધરપકડ કરી લીધી અને ત્યારથી તે લાપતા છે. અહૌ દારિયાઈ ક્યાં છે? અમે તેને તાત્કાલિક છોડવાની માંગ કરીએ છીએ.

https://twitter.com/woodgnomology/status/1853106541257212374

ઈરાનમાં છે કડક કાયદા

તમને જણાવી દઈએ કે, ઈરાનમાં શરિયા કાયદો ચાલે છે અહીં હિઝાબને લઈ ખુબ જ કડક નિયમો છે. અહીં જો કોઈ મહિલા માથુ ઢાંકીને ન ચાલે તો તેને ઘણા વર્ષોની જેલ અથવા જાહેરમાં કોરડા મારવામાં આવી શકે છે. જોકે ઘણી મહિલાઓએ આ નિયમોની વિરૂદ્ધ ક્રાંતિનો શંખનાદ કર્યો છે.

Advertisment
ઇરાન ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ