એક સાથે 24 કિન્નરોએ ફિનાઇલ પીધું? ચોંકાવનારું કારણ આવ્યું સામે, જાણો શું છે આખો મામલો?

Indore Transgender Fenyl Case: ઇન્દોરમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં જૂથ વિવાદ દરમિયાન 24 કિન્નરોએ કથિત રીતે ફિનાઇલ પીધા બાદ પોલીસે ગુરુવારે એક ગ્રુપના નેતાની અટકાયત કરી હતી.

Written by Rakesh Parmar
October 16, 2025 15:37 IST
એક સાથે 24 કિન્નરોએ ફિનાઇલ પીધું? ચોંકાવનારું કારણ આવ્યું સામે, જાણો શું છે આખો મામલો?
ઇન્દોર ટ્રાન્સજેન્ડર ફિનાઈલ વિવાદ. (File Photo - Jansatta)

Indore Transgender Fenyl Case: ઇન્દોરમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં જૂથ વિવાદ દરમિયાન 24 કિન્નરોએ કથિત રીતે ફિનાઇલ પીધા બાદ પોલીસે ગુરુવારે એક ગ્રુપના નેતાની અટકાયત કરી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. વધારાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ દંડોટિયાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, સ્થાનિક ટ્રાન્સજેન્ડર જૂથના નેતા સપના ગુરુની પંઢરીનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આધારે અટકાયત કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય ટ્રાન્સજેન્ડર જૂથના સભ્યોનો આરોપ છે કે સપના ગુરુ અને તેના ત્રણ સહયોગીઓએ સમુદાય પરિષદ માટે એકત્રિત કરેલી ડિપોઝિટ રકમ પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દંડોતિયાએ જણાવ્યું હતું કે આ ટ્રાન્સજેન્ડર જૂથે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સપના ગુરુ અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળી 24 સભ્યોએ બુધવારે રાત્રે આત્મહત્યા કરવાના ઇરાદાથી કથિત રીતે ફિનાઇલ પીધું હતું. તેમણે કહ્યું, “ફિનાઇલ પીધું હોવાનો દાવો કરનારા તમામ 24 લોકોને સરકારી મહારાજા યશવંતરાવ હોસ્પિટલ (MYH) માં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના મતે બધા દર્દીઓની સ્થિતિ સંપૂર્ણપણે ખતરાની બહાર છે.”

આ પણ વાંચો: ગુજરાતમાં 10 વર્ષ પહેલા થયેલા અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો, ₹.25 કરોડનું વીમા કૌભાંડ!

અધિક નાયબ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમુદાયમાં જૂથવાદના વિવાદ અંગે પંઢરીનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વિગતવાર તપાસ ચાલી રહી છે, અને અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે. દંડોતિયાએ જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે MYH કેમ્પસમાં થયેલા હંગામા દરમિયાન એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના બે જૂથો વચ્ચે વર્ચસ્વ, નાણાકીય વ્યવહારો અને ગુરુ (ગુરુ પદ)ને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને જૂથો વારંવાર એકબીજા સામે ગંભીર આરોપો લગાવે છે અને કાર્યવાહીની માંગ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ