સુહાગરાતે જ પતિને થયો કડવો અનુભવ, પત્નીએ હાથમાં ચાકુ રાખી કહ્યું- મને ટચ કરીશ તો…

Prayagraj wedding night incident: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક નવવિવાહિત યુગલ વચ્ચેનો વિવાદ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે આ ઘટનાક્રમ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Prayagraj wedding night incident: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક નવવિવાહિત યુગલ વચ્ચેનો વિવાદ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે આ ઘટનાક્રમ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
sitara ran away with lover

સુહાગરાતે જ પત્નીએ પતિને ધમકી આપી. (તસવીર: Loksatta)

રાજા અને સોનમ રઘુવંશીનો કેસ હજુ સુધી ઉકેલાયો નથી, ત્યારે અનેક જગ્યાએ આવા જ ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક નવવિવાહિત યુગલ વચ્ચેનો વિવાદ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે આ ઘટનાક્રમ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રયાગરાજના કેપ્ટન નિષાદે સિતારા દેવી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ તેણે ત્રણ રાતો ડરમાં વિતાવી હતી. પહેલી જ રાતે પત્ની સિતારા દેવી હાથમાં છરી લઈને બેઠી હતી. પતિ કેપ્ટન નિષાદે દાવો કર્યો હતો કે તેની પત્નીએ ધમકી આપી હતી કે જો તે તેની નજીક આવશે તો તેના 35 ટુકડા કરી નાખશે.

Advertisment

કેપ્ટન નિષાદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુહાગરાતની રાત્રે તેની પત્ની સિતારા દેવી ખૂણામાં ગઈ હતી. તેના હાથમાં છરી હતી અને તેણે કહ્યું હતું કે,"મારી નજીક ન આવીશ, હું અમનની છું. જો તમે નજીક આવશો, તો હું તમને મારી નાંખીશ". 26 વર્ષીય પતિ કેપ્ટન નિષાદે પોલીસ ફરિયાદ નોંધાવીને ત્રણ રાતની ઘટના વર્ણવી હતી.

કેપ્ટન નિષાદ અને સિતારા દેવીએ 29 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. 30 એપ્રિલના રોજ કેપ્ટનના ઘરે આવ્યો હતો. લગ્નનું રિસેપ્શન 2 મેના રોજ યોજાયું હતું. એ રાત્રે જ્યારે સગાં-સંબંધીઓ અને મહેમાનો લગ્ન સમારંભની મજા માણી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ કેપ્ટન નિષાદને એક અલગ જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો.

કેપ્ટન નિષાદે કહ્યું કે, "જ્યારે હું અમારા રૂમમાં ગયો, ત્યારે મેં જોયું કે તારા શાંતિથી અને એક ખૂણામાં બેઠી હતી. તેના હાથમાં છરી હતી. જેવો હું નજીક પહોંચ્યો કે તેણે મોટેથી બૂમ પાડી, "મને અડીશ નહીં. હું અમનની છું. (સિતારાનો બોયફ્રેન્ડ)એ ધમકી આપી હતી કે જો તું મને અડીશ તો તારા 35 ટુકડા કરી નાખીશ. એ પછી હું થીજી ગયો. એ પછી હું આખી રાત સોફા પર બેસી રહ્યો, જ્યારે સ્તે પથારીમાં હતી. હું તે રાત્રે સૂઈ શક્યો નહીં.

Advertisment

આ પણ વાંચો: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું

નિષાદે કહ્યું, "આ રીતે અમે ત્રણ રાત વિતાવી હતી. તે અડધી રાત્રે સુવા જતી. પરંતુ હું એ ડરથી જાગતો રહ્યો કે તે મારા પર ગમે ત્યારે હુમલો કરશે. આવી જ ઘણી વાર્તાઓ મેં વર્તમાનપત્રોમાં વાંચી હતી. હું તે પ્રકારના સમાચાર બનવા માંગતો ન હતો.

લગ્ન બાદ ગભરાઇ ગયેલા કેપ્ટન નિષાદે પોતાની માતાને આખી ઘટના જણાવી હતી. ત્યારે ઘરમાં તોફાન આવ્યું હતું. સિતારા દેવીના પરિવારને પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. બંને પરિવારોએ સાથે બેસીને સિતારા દેવીને સમજાવી અને કેપ્ટન સાથે રહેવાની સલાહ આપી. જો કે 30 મેની રાત્રે સિતારા ઘરમાંથી ભાગી ગઈ હતી. કહેવાય છે કે સિતારા દેવી સીધી અમન પાસે ગઈ હતી.

કેપ્ટન નિષાદે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "મેં હવે મારા જીવનમાંથી સિતારાને પડતી મૂકી છે. જો હું ફરીથી લગ્ન કરીશ, તો હું બધી પૂછપરછ અગાઉથી કરીશ. પણ હું આવી છોકરીને ફરી નહિ પરણું.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india દેશ