શું 500 રૂપિયાથી વધુની ચલણી નોટો ફરી આવશે? જાણો શું છે મોદી સરકારનો પ્લાન, આ રહી સંપૂર્ણ વિગત

government planning to relaunch currency notes? સાંસદ ઘનશ્યામ તિવારી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટો પ્રિંટ કરવાની યોજના બનાવી રહી છે. તેના પર રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું,'ના, સર'.

Written by Rakesh Parmar
December 20, 2024 15:57 IST
શું 500 રૂપિયાથી વધુની ચલણી નોટો ફરી આવશે? જાણો શું છે મોદી સરકારનો પ્લાન, આ રહી સંપૂર્ણ વિગત
500 Rupee Currency notes: 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટ લોંચ થશે?

કેન્દ્રીય નાણા મંત્રાલયે આવનારા સમયમાં નવી વેલ્યૂની ચલણી નોટો લોન્ચ કરવાને લઈ મોટી જાણકારી આપી છે. મંત્રાલયે સ્પષ્ટ કરી દીધુ છે કે 500 રૂપિયાથી વધુની વેલ્યૂવાળી લચણી નોટો રજૂ કરવાને લઈ કોઈ યોજના નથી. મંત્રાલયે રાજ્યસભામાં પૂછવામાં આવેલા નવી નોટોના લોન્ચ સાથે જોડાયેલ સવાલનો જવાબ આપ્યો છે.

સાંસદ ઘનશ્યામ તિવારી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર 500 રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટો પ્રિંટ કરવાની યોજના બનાવી રહી છે. તેના પર રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું,’ના, સર’. તેમનો આ ટૂંકો જવાબ આ પ્રકારની સંભાવનાઓને પાયાથી નકારી દે છે.

2000 રૂપિયાની નોટને લઈ સવાલ-જવાબ

તમને જણાવી દઈએ કે, ઘનશ્યામ તિવારીએ નાણા મંત્રાલયને 2000 રૂપિયાની નોટોના સર્કુલેશન અને ઉંચા મૂલ્યવાળી ચલણી નોટોના પ્રિંટિંગ સાથે જોડાયેલ સવાલ પૂછ્યો હતો. તેમણે 2000 રૂપિયાની બેંક નોટો વિશે પણ પૂછ્યું હતું. તેમણે જવાબ માંગ્યો કે 2000 રૂપિયાની કેટલી નોટ રજૂ કરવામાં આવી હતી અને વાપસીના સમયે સર્કુલેશનમાં કેટલી નોટો હતી? આ સિવાય સર્કુલેશનમાં કેટલી નોટો હજી બાકી છે.

તેમના આ સવાલના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, નવેમ્બર 2016માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ના સેક્શન 24(1) અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું,’31 માર્ચ 2017 સુધી 2000 રૂપિયાની કૂલ 32,850 લાખ પીસ સર્કુલેશનમાં હતા જેની સંખ્યા 31 માર્ચ 2018 સુધી વધીને 33,632 લાખ થઈ ગઈ હતી.’

આ પણ વાંચો: જાણો કેટલી ખતરનાક છે કાવાસાકી બીમારી? આ રોગની સારવારના એક ઈન્જેક્શનની કિંમત 25 હજાર રૂપિયા

જ્યારે 19 મે, 2023 ના રોજ 2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2000 રૂપિયાની નોટોની કુલ 17,793 લાખ પીસ હતા. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “આમાંથી 17,477 લાખ પીસ 15 નવેમ્બર, 2024 સુધીમાં RBIને પરત કરવામાં આવ્યા છે અને 346 લાખ પીસ હજુ પણ ચલણમાં છે.”

2000 રૂપિયાની નોટ જમા કરવાનો વિકલ્પ

તમને જણાવી દઈએ કે સરકારે 2000 રૂપિયાની નોટ બદલવા અને જમા કરાવવા માટે પણ નિયમો બનાવ્યા છે. જેની પાસે 2000 રૂપિયાની નોટ બાકી છે તેઓ RBIની 19 ઈસ્યુ ઓફિસમાં જઈને તેને જમા કરાવી શકે છે. આ સિવાય નાગરિકો આ ઓફિસોમાં નોટો જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર વધુ કિંમતની ચલણી નોટો રજૂ કરી શકે છે. પરંતુ હવે નાણા મંત્રાલયે આવા તમામ સમાચારોને ફગાવી દીધા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ