શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના શાસનાધ્યક્ષી બેઠક બુધવારે ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા અને છ અન્ય સદસ્ય દેશોએ ભાગ લીધો હતો. વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠક માટે ઈસ્લામાબાદ ગયા હતા. આ ગત લગભગ નવ વર્ષમાં પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની યાત્રા કરી છે. બંને પાડોસી દેશો વચ્ચે કાશ્મીરને લઈ અને પાકિસ્તાન સરહદમાં આતંકવાદને લઈ તણાવપૂર્ણ રહ્યા છે.
એસસીઓના સદસ્ય દેશ ભારત, ચીન, પાકિસ્તાન, રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારૂસ છે. આવો 5 પોઈન્ટમાં જાણીએ SCO સમિટની મોટી વાતો.
આ પણ વાંચો: શું હમાસ ચીફ યાહ્યા સિનવારનું થયું મોત? ઇઝરાયેલ સેનાએ જણાવી સંભાવના
1) જયશંકર અને તેમના પાકિસ્તાની સમકક્ષ મુહમ્મદ ઇશાક ડારે 24 કલાકથી ઓછા સમયમાં બે વાર વાટાઘાટો કરી અને એવા સંકેતો મળ્યા કે આ વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે અમુક પ્રકારના ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, સૂત્રોએ રેખાંકિત કર્યું કે આ વાટાઘાટો પ્રારંભિક છે અને આ દિશામાં પ્રથમ પગલું આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી હોઈ શકે છે.
2) વિદેશ મંત્રી જયશંકરે SCO સમિટથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, “જો સીમા પારની ગતિવિધિઓ આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ સાથે જોડાયેલી રહે છે, તો તેનાથી વેપાર, સંપર્કો અને લોકો-થી-લોકોના જોડાણને પ્રોત્સાહન મળવાની શક્યતા નથી.”
3) ચીન અને તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) ના સંદર્ભમાં એસ જયશંકરે કહ્યું, “સહકાર પરસ્પર આદર અને સાર્વભૌમ સમાનતા પર આધારિત હોવો જોઈએ. આમાં પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપવી જોઈએ. તો તે વાસ્તવિક ભાગીદારી પર બાંધવામાં આવવી જોઈએ અને એકતરફી એજન્ડા પર નહીં.”
4) શાંઘાઈ સહયોગ ઓર્ગેનાઈઝેશન સમિટમાં જયશંકરે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને નાબૂદ કરવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. તેમણે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને નાબૂદ કરવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે SCO ચાર્ટર તેના મુખ્ય ધ્યેયો અને કાર્યોમાં સભ્ય રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને સારા પડોશી સંબંધોને મજબૂત બનાવવા તેમજ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાનો સમાવેશ કરે છે.
5) જયશંકરે કહ્યું કે જ્યાં સુધી આતંકવાદ અને ઉગ્રવાદ જેવી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી વેપાર અને ઉર્જા પ્રવાહમાં અવરોધ રહેશે. પાકિસ્તાન અને ચીન તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે સીમા પાર ગતિવિધિઓને રોક્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને વિકાસ શક્ય નથી. વિદેશ મંત્રી જયશંકરે SCOમાં વાસ્તવિક ભાગીદારી બનાવવાની વાત કરી. તેમણે કહ્યું કે પરસ્પર સન્માન અને સાર્વભૌમ સમાનતા પર આધારિત સહકાર જ આગળ વધી શકે છે.





