/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Zealand-MP-Viral-Video.jpg)
આ વીડિયોમાં ન્યૂઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના-રાવ્હિટી કરીરિકી માપી-ક્લાર્ક દેખાઈ રહી છે. (તસવીર: EndWokeness/X)
New Zealand MP Viral Video : ન્યૂઝીલેન્ડની સંસદનો એક વીડિયો આખી દુનિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ન્યૂઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના-રાવ્હિટી કરીરિકી માપી-ક્લાર્ક દેખાઈ રહી છે અને તેના કારણે જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગત વર્ષે પણ આ મહિલા સાંસદ સંસદમાં પોતાના પ્રથમ ભાષણ બાદ વાયરલ થઈ હતી. હવે એક વર્ષ બાદ એવું તો શું થયુ કે આ સાંસદનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડમાં સંધિ સિદ્ધાંત બિલ પર બબાલ ચાલી રહી છે. આ બિલ પર જ્યારે સંસદ ભવનમાં વોટિંગ થઈ રહ્યું હતું ત્યારે 22 વર્ષીય હાના-રાવ્હિટી કરીરિકી માપી-ક્લાર્ક એ સંધિ સિદ્ધાંત બિલ પર મતદાન સમયે ઉભી થઈ ગઈ અને તેને ફાડી દીધુ. જેના પછી તેણે હાકા ડાન્સ કર્યો અને તે ચર્ચામાં આવી ગઈ.
સંસદમાં શું થયું?
સંધિ સિદ્ધાંત બિલ પર વોટિંગના વાયરલ વીડિયોમાં 22 વર્ષીય માઓરી સાંસદને હાકા કરતા પહેલા કાયદાની એક કોપી ફાડતા દેખાઈ રહી છે. જેના પછી ઘણા સાંસદો તેના સમર્થમાં ગેલેરીમાં આવી ગયા. સદનની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. જોકે હાકા ડાન્સના કારણે સંસદનો વીડિયો વાયરલ થઈ ગયો.
Meanwhile, New Zealand's Parliament: pic.twitter.com/ocgP7H62ia
— End Wokeness (@EndWokeness) November 14, 2024
શું છે હાકા ડાન્સ?
હાકા એક પારંપરિક માઓરી નૃત્ય છ. આ ડાન્સ દરમિયાન લોકો એગ્રેસિવ દેખાય છે અને સામેવાળાને પડકાર ફેંકે છે. હાકા ડાન્સ કર્યા બાદ 22 વર્ષીય હાના-રાવ્હિટી કરીરિકી માપી-ક્લાર્ક પ્રથમવાર ચર્ચામાં આવી હતી અને હવે ફરીથી તેના દ્વારા તે ચર્ચામાં આવી ગઈ છે.
સંસદમાં કેમ વિવાદ થયો?
સંસદમાં ગઠબંધનની સરકારમાં સામેલ એસીટી ન્યૂઝીલેન્ડ પાર્ટીએ ગત અઠવાડિયે બિલ રજૂ કર્યું હતું, જેમાં વેટાંગી સંધિના કેટલાક સિદ્ધાંતોને બદલવાનો પ્રયાસ કર્યો છે. ઘણા માઓરી લોકો તેના વિરોધમાં છે. 1840માં બ્રિટિશ ક્રાઉન અને 500થી વધુ માઓરી પ્રમુખો વચ્ચે પ્રથમ વખત હસ્તાક્ષરિત આ સંધિમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને પક્ષ કેવી રીતે શાસન કરશે. હવે તેમાં બદલાવ બાદ માઓરી અને તેમના સમર્થકોનું માનવું છે કે આ બિલ દેશમાં મૂળ નિવાસીઓના અધિકારોનું હનન કરે છે જેમની સંખ્યા દેશમાં 5.3 મિલિયનની જનસંખ્યામાં લગભગ 20 ટકા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us