/indian-express-gujarati/media/media_files/2026/02/03/yumnam-khemchand-2026-02-03-18-58-09.jpg)
યુમનામ ખેમચંદ મણિપુરના નવા મુખ્યમંત્રી. Photograph: (સોશિયલ મીડિયા)
ભાજપે મણિપુરના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. યુમનામ ખેમચંદ સિંહને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીમાં મણિપુર ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH | BJP leader Yumnam Khemchand Singh elected as the legislature party leader, in the Manipur Legislative Party meeting in Delhi. pic.twitter.com/TV4AHACZpW
— ANI (@ANI) February 3, 2026
આખરે મણિપુરમાં મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો હવે અંત આવ્યો છે. યુમનામ ખેમચંદ સિંહને મણિપુર વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના આગામી મુખ્યમંત્રી બનશે. આ પહેલા દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં મણિપુરના ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. ભાજપના મહાસચિવ તરુણ ચુઘ અને સંબિત પાત્રાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં કુલ 35 ધારાસભ્યો હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ બે ધારાસભ્યો નાદુરસ્ત તબિયતને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
બાળક રમતા રતમા પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું, સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એન્ડોસ્કોપિક પ્રક્રિયા કરી બહાર નીકાળ્યું
રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે
ફેબ્રુઆરી 2025માં મૈતેઈ અને કુકી-જો જૂથો વચ્ચે વંશીય હિંસાને કારણે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને વિધાનસભા સ્થગિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ 2025 માં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું હતું. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થવાનું છે.
હિંસાના કારણે પરિસ્થિતિને બગડી
મે 2023 થી મણિપુર મૈતેઈ અને કુકી-જો જૂથો વચ્ચે ચાલી રહેલી વંશીય હિંસાથી ઝઝૂમી રહ્યું છે. આ હિંસામાં 260 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us