Diwali 2024: દિવાળીની સફાઈમાં ભૂલથી પણ ઘરની બહાર ના ફેંકતા આ 5 વસ્તુ, દેવી લક્ષ્મી ઘરથી થશે દૂર
Diwali2024: દિવાળીના તહેવાર પર ઘરની સફાઈ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. જોકે દિવાળી પહેલા સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓને ઘરની બહા ફેંકવી ન જોઈએ. તેને ફેંકી દેવાથી દેવી લક્ષ્મી કોપાયમાન થાય છે. આજે અમે તમને તેવી જ વસ્તુઓ વિશે જણાવીશું.
દિવાળીનો પાવન તહેવાર 2024માં 31 ઓક્ટોબરે ઉજવાશે. દિવાળીના તહેવાર પહેલા હિંદુ ધર્મમાં માન્યતા છે ધરાવતા લોકો ઘરની સાફ-સફાઈ જરૂરથી કરે છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સાથે ગણેશજી, કુબેર દેવ વગેરેની પણ પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દેવી-દેવતા તે ઘરમાં જ પ્રવેશ કરે છે જ્યાં સાફ-સફાઈ અને સજાવટ હોય. માટે દિવાળીના તહેવાર પર ઘરની સફાઈ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. જોકે દિવાળી પહેલા સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓને ઘરની બહા ફેંકવી ન જોઈએ. તેને ફેંકી દેવાથી દેવી લક્ષ્મી કોપાયમાન થાય છે. આજે અમે તમને તેવી જ વસ્તુઓ વિશે જણાવીશું. (તસવીર: CANVA)
મોરપંખને હિંદુ ધર્મમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો ઘરમાં અથવા ઘરના મંદિરમાં મોરપંખ રાખતા હોય છે. ત્યાં જ ઘણા લોકો લાંબા સમયથી રાખેલા મોરપંખને દિવાળીની સફાઈ દરમિયાન ફેંકી દેતા હોય છે. માન્યતાઓ અનુસાર, દિવાળીની સફાઈ દરમિયાન મોરપંખને ફેંકી દેવાથી દેવી લક્ષ્મી રૂઠી જાય છે. માટે મોરપંખને ફેંકવાના સ્થાને તેને સાફ કરીવે કોઈ શુદ્ધ સ્થાને રાખી દેવા જોઈએ. (તસવીર: સોશિયલ મીડિયા)
દિવાળી અને ધનતેરસના દિવસે નવી સાવરણી લોકો ખરીદતા હોય છે. આવામાં ઘણા લોકો જૂની સાવરણીને દિવાળીની સફાઈ દરમિયાન ઘરની બહાર ફેંકી દેતા હોય છે. તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. ઘરમાં જૂની સાવરણને દિવાળી પહેલા બહાર કરી દેવી સારૂ માનવામાં આવતુ નથી. તમે જૂની સાવરણીને એવા સ્થાને રાખી શકો છો જ્યાં તે દેખાય નહીં. દિવાળી પૂર્ણ થયા બાદ તમે તે સાવરણીનો ઉપીયોગ કરી શકો છો અથવા કોઈ સફાઈ કર્મચારીને આપી શકો છો. (તસવીર: સોશિયલ મીડિયા)
દેવી લક્ષ્મીની પૂજામાં કોડીઓ ચઢાવવામાં આવે છે. લોકો પૂજામાં સિક્કા પણ ચઢાવે છે. દિવાળીની પૂજા દરમિયાન લોકો આ સિક્કા અને કોડીને જુના ગણીને ફેંકી દે છે. પરંતુ આવું કરવું તમારા માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. આ સિક્કા અને કોડીને ધોયા પછી, તમે તેને પૂજા સ્થાન અથવા ઘરના કોઈપણ શુદ્ધ સ્થાન પર રાખી શકો છો. તમે ભૂલથી પણ આ સિક્કા અને કોડીને કોઈ બહારના વ્યક્તિને આપવાનું ટાળો, આવું કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરથી દૂર થઈ જાય છે. (તસવીર: સોશિયલ મીડિયા)
દિવાળી પહેલા સફાઈ કરતી વખતે તમારે જૂના ધાર્મિક પુસ્તકો ફેંકવાનું પણ ટાળવું જોઈએ. ઘણા લોકો આ પુસ્તકોને ભંગારમાં વેચે છે પરંતુ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. તમે દિવાળી પછી લોકોને આ પુસ્તકો ભેટમાં આપી શકો છો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી શકો છો. જો તમે આ પણ કરી શકતા નથી તો તમે તેને કોઈપણ પુસ્તકાલય વગેરેને આપી શકો છો. (તસવીર: સોશિયલ મીડિયા)
હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારે લાલ રંગના કપડા ફેંકવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જો પૂજા સ્થાન પર લાલ કપડું કે ચુંદડી હોય તો તેને ફેંકવાનું ટાળવું જોઈએ. આ કપડા ધોઈને તમે દિવાળી પછી ફરી ઉપયોગ કરી શકો છો. (તસવીર: સોશિયલ મીડિયા)
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાલ અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. Gujarati Indian Express આ વાતની પુષ્ટી કરતું નથી) (તસવીર: સોશિયલ મીડિયા)