અંતરિક્ષમાંથી રાત્રે મહાકુંભનો મેળો કેવો દેખાય છે? NASA ના એસ્ટ્રોનેટે જાહેર કરી તસવીરો
મહાકુંભની ઘણી તસવીરો આખી દુનિયામાં વાયરલ થઈ છે. હવે નાસાના એક અવકાશયાત્રીએ મહાકુંભની તસવીરો પણ જાહેર કરી છે. આ ફોટા અંતરિક્ષમાંથી લેવામાં આવી હતી અને અવકાશયાત્રી ડોન પેટિટે તેમના ટ્વિટર એકાઉન્ટ (હવે X) પર શેર કર્યા હતા.
પ્રયાગરાજના મહાકુંભ મેળામાં દેશભરમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી ભક્તો પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. (તસવીર: Mahakumbh/X)