નેટફ્લિક્સે નવો ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવાયું છે કે આ અઠવડિયે ભારતની કઈ-કઈ ફિલ્મો ટોપ-10 માં છે. જેમાં માત્ર 3 ફિલ્મો જ વિદેશી છે અને બાકીની ભારતીય ફિલ્મોનો દબદબો છે. આવો તેના પર એક નજર કરીએ: (Photo: Dulquer Salmaan/FB)
Lucky Baskhar આ વર્ષે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ લકી ભાસ્કરને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. નેટફ્લિક્સ પર આ ફિલ્મ 11 દેશોમાં સૌથી વધુ જોવાયેલી 10 ફિલ્મોમાં ટોપ પરછે. (Photo: Netflix)
Vicky Vidya ka Woh Wala Video 'વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો' આ યાદીમાં બીજા સ્થાન પર છે. જે 11 દેશોમાં સૌથી વધુ વખત જોવામાં આવી છે. રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર આ એક કોમેડી ફિલ્મ છે. (Photo: Netflix)
Amaran આ વર્ષે 31 ઓક્ટોબરે રિલીઝ થયેલી તમિલ ફિલ્મ અમરન એક એક્શન ફિલ્મ છે જે નેટફ્લિક્સ પર 11 દેશોમાં સૌથી વધુ જોવામાં આવેલી 10 ફિલ્મોમાં ત્રીજા સ્થાન પર છે. (Photo: Netflix)
Jigra આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના સ્ટારર ફિલ્મ 'જિગરા' પણ આ લિસ્ટમાં સામેલ છે. બાંગ્લાદેશ, બહરીન, ભારત, કુવૈત, શ્રીલંકા, માલદીવ, ઓમાન, પાકિસ્તાન, કતાર, સિંગાપોર, અમેરિકા, મોરીશિયસ અને નાઈઝીરીયામાં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવામાં આવેલી 10 ફિલ્મોમાં જિગરા ચોથા સ્થાને છે. (Photo: Netflix)
Thangalaan તમિલ એક્શન ફિલ્મ થંગાલાન આ લિસ્ટમાં 5માં સ્થાન પર છે. આ ફિલ્મ સાઉથ સિનેમાના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એખ વિક્રમ છે. તેમની સાથે પાર્વતી થિરૂવોથુ અને માલવિકા મોહનનન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. (Photo: Netflix)
Sikandar Ka Muqaddar સિકંદર કા મુકંદર 29 નવેમ્બર 2024 એ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ છઠ્ઠા સ્થાને છે. જેને સૌથી વધુ વખત જોવામાં આવી છે. આ ફિલ્મમાં જિમિ શેરગિલ, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, રાજીવ મહેતા અને દિવ્યા દત્તા જેવા કલાકાર મહત્ત્વની ભૂમિકામાં છે. (Photo: Netflix)
Carry-On અમેરિકાની એક્શન થ્રિલર ફિલ્મ કૈરી-ઓન તે 7 ફિલ્મોમાં છે જેને નેટફ્લિક્સ પર સૌથી વધુ વખત જોવામાં આવી છે. જોકે આ ફિલ્મ દુનિયાના 93 દેશોમાં જોવામાં આવેલ ટોપ 10 ફિલ્મોમાં 7 માં સ્થાન પર છે. (Photo: Netflix)
Devara: Part 1 તેલુગૂ એક્શન અને ડ્રામા ફિલ્મ દેવારા: પાર્ટ 1 એ બોકસ ઓફિસ પર ઠીકઠાક કલેક્શન કર્યું હતું. ઓટીટી પર પણ તેનો સારો એવો દબદબો છે. આ ફિલ્મ સૌથી વધુ જોવામાં આવેલી 10 ફિલ્મોમાં આંઠમા સ્થાન પર છે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર, સૈફ અલી ખાન, જ્હાનવી કપૂર અને પ્રકાશ રાજ જેવા કલાકારો છે. (Photo: Netflix)
That Christmas બ્રિટિશ એનિમેટેડ ફિલ્મ 'ધૈટ ક્રિસમસ' એક કોમેડી ફિલ્મ છે. આ દુનિયાના 86 દેશોમાં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવામાં આવેલી 10 ફિલ્મોમાં 9માં સ્થાન પર છે. (Photo: Netflix)
Mary મૈરી ફિલ્મ મહાકાવ્ય હાઈબલ પર આધારિત છે જેમાં યીશુની માતા મૈરીના બાળપણથી લઈ નાઝરેથમાં યીશુના જન્મ સુધીની કહાની દેખાડવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આ 6 ડિસેમ્બર 2024 એ રિલીઝ થઈ હતી. આ અઠવાડિયે દુનિયાના 83 દેશોમાં નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવામાં આવેલી આ 10 મી ફિલ્મ છે. (Photo: Netflix)