Toxic Teaser: યશની 'ટોક્સિસ' ના ટીઝરમાં હોટ સીન આપનાર નતાલી બાયર્ન નહીં આ અભિનેત્રી છે, ડિરેક્ટરે નામ જાહેર કર્યું

Yash Toxic Release Date : કન્નડ અભિનેતા યશની ટોક્સિસ ફિલ્મના ટીઝરમાં ઇન્ટિમેટ સીન સામે વિવાદ થયો છે. અગાઉ હોટ સીન આપનાર અભિનેત્રી નતાલી બાર્યન હોવાનું મનાતું હતું જો કે તે બીટ્રિઝ ટૌફેનબેક હોવાની વાત સામે આવી છે.

Yash Toxic Release Date : કન્નડ અભિનેતા યશની ટોક્સિસ ફિલ્મના ટીઝરમાં ઇન્ટિમેટ સીન સામે વિવાદ થયો છે. અગાઉ હોટ સીન આપનાર અભિનેત્રી નતાલી બાર્યન હોવાનું મનાતું હતું જો કે તે બીટ્રિઝ ટૌફેનબેક હોવાની વાત સામે આવી છે.

author-image
Ajay Saroya
New Update
toxic teaser | beatriz taufenbach | toxic teaser girl name | yash toxic movies

Toxic Teaser Girl Beatriz Taufenbach : યશની અપકમિંગ મૂવી ટોક્સિકના ટીઝરમાં ઇન્ટિમેટ સીન આપનાર અભિનેત્રી બીટ્રિઝ ટૌફેનબેક છે. Photograph: (Express/ Screen)

Beatriz Taufenbach In Toxic Teaser Car Scene: યશની ટોક્સિક ફિલ્મનું ટીઝર રિલિઝ થવાની સાથે જ દર્શકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર તેના કેટલાક દ્રશ્યો અને થીમ્સ અંગે નારાજગી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ટીકાકારોનું કહેવું છે કે ટીઝરમાં બતાવવામાં આવેલી સામગ્રી શિષ્ટાચારની મર્યાદાની બહાર છે અને યુવાનો પર તેની નકારાત્મક અસર પડી શકે છે. આ વિવાદની સાથે સાથે લોકો એ જાણવા માટે પણ ઉત્સુક છે કે ફિલ્મમાં આટલું બોલ્ડ પાત્ર ભજવનારી અભિનેત્રી કોણ છે.

Advertisment

બીટ્રિઝ ટૌફેનબેક કોણ છે?

બીટ્રીઝ ટૌફેનબૅક એક અભિનેત્રી અને મોડેલ છે અને હાલ તે 'ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'ના ટીઝરમાં એક ઇન્ટિમેટ સીનમાં સ્ટાર યશ સાથે કેમેરામાં દેખાવાની સાથે જ ચર્ચામાં આવી છે. આ સીન વાયરલ થયા બાદ તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.

ટોક્સિસ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારે ઇન્ટિમેન્ટ સીન આપનાર અભિનેત્રી નતાલી બાયર્ન માનવામાં આવી હતી, જો કે તે બીટ્રિઝ ટૌફેનબૅક છે. ફિલ્મના દિગ્દર્શક ગીતુ મોહનદાસે પુષ્ટિ કરી હતી કે ટીઝરમાં દેખાતી અભિનેત્રી બીટ્રિઝ ટૌફેનબેક છે. કિવમાં જન્મેલા, બીટ્રિફ ટોફેનબૅકે તેની ક્રિયેટિવ સફરની શરૂઆત ક્લાસિકલ બેલેથી કરી હતી. તેણે મોસ્કોની બોલ્શોઇ બેલે એકેડેમીમાં તાલીમ લીધી અને પછી લંડનની રોયલ બેલે સ્કૂલમાં અભ્યાસ ચાલુ રાખ્યો. બાદમાં તેણે મોડેલિંગ અને અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને લેખક અને નિર્માતા તરીકે પણ કામ કર્યું. બીટ્રિફ ટોફેનબેક હાલમાં પોતાની કંપની, 7હેવન પ્રોડક્શન્સ ચલાવે છે. જો કે, તેની ફિલ્મ કારકિર્દી અથવા અન્ય પ્રોજેક્ટ્સ વિશે જાહેરમાં ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. આ સાથે, તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી.

મહિલા આયોગે CBFCને એલર્ટ કર્યું

આ ફિલ્મને લગતા વિવાદ વધુ ગંભીર બન્યા જ્યારે કર્ણાટક રાજ્ય મહિલા આયોગે તેના પર વાંધો ઉઠાવ્યો હતો અને ટીઝરની સામગ્રીની તપાસ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) ને ચેતવણી આપી હતી. અહેવાલો અનુસાર, ટીઝરના કેટલાક દ્રશ્યો પર અશ્લીલતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને કાનૂની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે સીબીએફસી ટીઝરની સમીક્ષા કરશે અને ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલા કોઈ ફેરફારની જરૂર છે કે કેમ તે નક્કી કરે તેવી અપેક્ષા છે.

Advertisment

આમ આદમી પાર્ટી (આપ)ના કર્ણાટક એકમની મહિલા પાંખે ફિલ્મના ટીઝર સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને અશ્લીલ ગણાવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ ઉષા મોહને કર્ણાટક રાજ્ય મહિલા આયોગને પત્ર લખીને રાજ્ય સરકારની સંસ્થાને ટીઝર જોવા અને તેની વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો | Mardani 3: કોણ છે મલ્લિકા પ્રસાદ? મર્દાની 3 ફિલ્મમાં અમ્માની ભૂમિકા ભજવી, રાની મુખરજીનો સામનો કરશે

ઉષા મોહને પોતાના પત્રમાં લખ્યું છે કે, 'યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા આ ટીઝરમાં પોર્નોગ્રાફિક સીન બતાવવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત કોઈ ચેતવણી નથી. એવા દ્રશ્યો, જે મહિલાને યોગ્ય રીતે શ્વાસ પણ લેવા નથી દેતા, આપણા દેશમાં સ્વીકારી શકાતા નથી. તે મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડે છે અને કન્નડ સંસ્કૃતિનું અપમાન કરે છે.

મુવી ટ્રેલર સાઉથ મુવી ન્યૂઝ મનોરંજન ન્યૂઝ