મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે. રાજ્યભરમાં દરેક નાગરિકનો મત મૂલ્યવાન છે, તેથી ચૂંટણી પંચે પણ 100 ટકા મતદાન માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. ત્યારે મુંબઈમાં અક્ષય કુમાર, ગોવિંદા અને હેમા માલિની તથા દીકરી ઈશા દેઓલે મતદાન કર્યું હતું. (તસવીર: Instagram)
હવે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર વોટના અધિકારનો ઉપયોગ કર્યાની તસવીરો શેર કરી રહ્યા છે. બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ મુંબઈમાં મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ તેમણે ફોટો પડાવ્યો હતો. પરેશ રાવલે પણ મતદાન કર્યું હતું. (તસવીર: Instagram)
અભિનેત્રી નિકિતા દત્તા પણ મતદાન કરતી જોવા મળી રહી છે. રાહુલ વૈદ્ય પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યો હતો તો ગુલઝાર દીકરી સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. (તસવીર: Instagram)
સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટાઓ પરથી જોઈ શકાય છે કે બોલિવૂડના અન્ય ઘણા કલાકારોએ પણ તેમના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં સોહેલ ખાન, પીઢ અભિનેતા પ્રેમ ચોપરા અને અર્જુન કપુરે પણ મતદાન કર્યું હતું. (તસવીર: Instagram)
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ મતદાન કર્યું છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, પત્ની અંજલી અને દીકરી સારા તેંડુલકર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. (તસવીર: Instagram)
સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટાઓ પરથી જોઈ શકાય છે કે બોલિવૂડના અન્ય ઘણા કલાકારોએ પણ તેમના મતના અધિકારનો ઉપયોગ કર્યો છે. શ્રદ્ધા કપૂર મિત્રો સાથે તો કરણવીર સિંહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો હતો . (તસવીર: Instagram)