રણવીર અલ્હાબાદિયા હાલમાં ગુગલ પર ટોપ-ટ્રેન્ડિંગ સર્ચમાં છે. યુટ્યુબર સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અભદ્ર ટિપ્પણીઓ કર્યા બાદ રણવીર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો રણવીરને ફોલો કરે છે. (તસવીર :ranveerallahbadia/Insta)
રણવીર પોતાના પોડકાસ્ટમાં જાણીતી હસ્તીઓને આમંત્રિત કરે છે અને તેમના ઇન્ટરવ્યુ લે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ ધરાવતા રણવીરને પીએમ મોદી દ્વારા નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024 પણ એનાયત કરવામાં આવ્યો હતો. (તસવીર :ranveerallahbadia/Insta)
બીયરબાઈસેપ્સ તરીકે જાણીતા રણવીર પાસે સૌથી લોકપ્રિય યુટ્યુબ ચેનલ બીયરબાઈસેપ્સ છે. રણવીરના કુલ 7 યુટ્યુબ ચેનલો પર 12 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. (તસવીર :ranveerallahbadia/Insta)
અહેવાલો અનુસાર, રણવીર અલ્હાબાદિયા કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે. વર્ષ 2024માં તેની કુલ સંપત્તિ લગભગ 60 કરોડ રૂપિયા હતી. (તસવીર :ranveerallahbadia/Insta)