-
એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. તેમની પાસે મોંઘી અને સુંદર સાડીઓનું વિશાળ કલેક્શન છે. અમે તમને તેમની સાડીઓના કલેક્શનમાંથી ટોપ 5 મોંઘી સાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર ડિઝાઈન કે વેરાયટી જ નહીં પણ કિંમતની રીતે પણ બહું મોંઘી છે
ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
-
નીતા અંબાણીએ વિશ્વની સૌથી મોંઘી સાડી પહેરીને ગીનીસ વર્લ્ડ બુક રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2015માં તેણે 40 લાખ રૂપિયાની આ સાડી પહેરી હતી. જેને કાંજીવરમના 36 કારીગરોએ સાથે મળીને બનાવી હતી. સાડી પર સોનાના તારનું વર્ક અને બ્લાઉઝ પર મોંઘી પેઇન્ટિંગની ડિઝાઇન હતી. ઉપરાંત આ સાડીમાં એમરાલ્ડ, રૂબી, પોખરાજ, મોતી જેવા કિંમતી રત્નો પણ જડેલા હતા.
-
નીતા અંબાણીની આ સાડી ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરી છે. આ હાથીદાંતની સાડીમાં જરદોશી, ચિકંકરી, પટોળા સિલ્ક, ક્રિસ્ટલ, સિક્વન્સ હેન્ડ એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું છે. તેની કિંમત 4 થી 5 લાખ રૂપિયાની વચ્ચે છે.
-
નીતા અંબાણીએ તેમના દિયર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્નમાં અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલી આ સાડી પહેરી હતી. ગોલ્ડન એમ્બ્રોઇડરી બ્લાઉઝ સાથેની રોમેન્ટિક રોઝ જરદોશી સાડીની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે.
-
નીતા અંબાણીને ગુજરાતની પટોળા પ્રિન્ટની સાડીઓ પસંદ છે. તેઓ ઘણીવાર તેમના ફેમિલી ફંક્શનમાં પરંપરાગત ગુજરાતી પટોળા-પ્રિન્ટની સાડી પહેરેલા જોવા મળે છે. તેમની આ સાડીની કિંમત 2 લાખ રૂપિયા છે.
-
નીતા અંબાણીની બ્લુ અને રેડ રંગના આ પટોળા સાડીના ડિઝાઇનર નવદીપ ટુંડિયાની છે. આ ડિઝાઇનર સાડીની કિંમત 1.70 લાખ રૂપિયા છે.
-
બાય ધ વે, નીતા અંબાણી પાસે એકથી વધુ સાડીઓ છે. સાડીઓ ઉપરાંત તેમની પાસે બેશકિંમતી જ્વેલરી, બેગ, સેન્ડલ અને ચાના કપનો લક્ઝુરીયસ ક્લેક્શન છે. તમને જણાવી દઈએ કે, પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે હેડલાઈન્સમાં રહેતા અનિતા અંબાણીએ ફોર્બ્સ મેગેઝીનમાં પણ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત તાજેતરમાં નીતા અંબાણી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ ભારતીય મહિલા સભ્ય પણ બન્યા છે.
(આ પણ વાંચોઃ આ રેસ્ટોરન્ટનો સ્વાદ અંબાણી પરિવારને 3 પેઢીથી પસંદ છે, આજે પણ તેઓ અહીંથી ફૂડ ઓર્ડર કરે છે )ડિસક્લેમર : આ લખાણ અનુવાદિત છે. મૂળ લખાણ અહીં મેળવી શકો છો
