Ahmedabad plane crash photos: અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ભયાનક દુર્ઘટનાનુ શિકાર બન્યું છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં એક વ્યકિતને બાદ કરતા તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Ahmedabad Plane Crash Photos: અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન દુર્ઘટના પછીના કેટલાક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિગતો મેળવવામાં આવી રહી છે. વિમાન દુર્ઘટનાની શરૂઆતની તસવીરોમાં ધુમાડો અને આગના ગોટા ઉડતા જોઈ શકાય છે. અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)
એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરને પણ વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 મોડેલ આજે એક દુ:ખદ અકસ્માતનો ભોગ બન્યું. આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. (તસવીર: સોશિયલ મીડિયા)
અકસ્માત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) સહિત સ્થાનિક રાહત અને બચાવ એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કેમ્પસમાં ડોક્ટરોની હોસ્ટેલ પર પડી હતી. અહેવાલો અનુસાર, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
ટેક-ઓફ સમયે વિમાન સંપૂર્ણપણે બળતણથી ભરેલું હતું, તેથી જ અકસ્માત વધુ જીવલેણ હતો. વિમાનમાં વધુ બળતણ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ સીટ નંબર 11A પર હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "પોલીસને સીટ નંબર 11A પર એક વ્યક્તિ જીવતો મળ્યો છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે." અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક મુસાફર જીવતો મળી આવ્યો છે. આ ઉપરાંત ઘણા વધુ મુસાફરો જીવતા હોઈ શકે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ભયાનક દુર્ઘટનાનુ શિકાર બન્યું છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં એક વ્યકિતને બાદ કરતા તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુ સવાર હતા. જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા. ત્યાં જ ગુજરાતના આણંદ જિલ્લાના કૂલ 33 મુસાફરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)