Ahmedabad Rath Yatra Drone view : આજે અષાઢી બીજે વહેલી સવારે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ભાવિકભક્તો જોડાયા છે અને શહેરના કોટ વિસ્તારની તમામ જગ્યાઓ પર જ્યાં જુઓ ત્યાં ભક્તો જગન્નાથની રથયાત્રાને જોવા માટે ટોળેવળી ઉભેલા જોવા મળી રહ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ સરસપુર, કાલુપુર, શાહપુર સહિત નગરના વિસ્તારમાં ફરી સાંજે નીજ મંદિરે પરત ફરશે. હાલમાં હાથી, ટેબ્લો, અખાડા અને ભજન મંડળીઓ રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવી રહ્યા છે. ત્યાં જ ભક્તો અને સેવકો જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદ લગાવી ભાવ વિભોર થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે જેમાં આખા શહેરમાં ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
આ ડ્રોન નજારામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ દેખાય છે અને તેમની આસપાસ ભજન મંડળીઓ, વેશભૂષા, અખાડાના કરતબકારો સહિત રથયાત્રામાં જોડાનાર અસંખ્ય વાહનો સજ્જ આકાશી નજારમાં અદ્ભુત દેખાઈ રહ્યો છે. પોલીસ સમગ્ર રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
A.I. ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકે તે માટે સતત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન કેમેરાની મદદથી તમામ સ્થળો પર ભીડને કાબુમાં રાખવામા આવી રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદ પોલીસ દ્વારા એન્ટી ડ્રોન કિલર ગનથી એક ડ્રોન તોડી પાડ્યું છે જે પરમિશન વિના ઉડી રહ્યું હતું. આ એન્ટી ડ્રોન ગનની રેંજ બે કિલોમીટર જેટલી હોવાનું જાણકારી મળી રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)