Ahmedabad-Vadodara Expressway: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે વિશે તમામ માહિતી, જાણો શું હોવી જોઇએ સ્પીડ લિમિટ
Ahmedabad-Vadodara Expressway: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અથવા મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે અથવા નેશનલ એક્સપ્રેસ વે 1 એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ અને વડોદરા શહેરોને જોડતો એક્સપ્રેસવે છે. 93.1 કિમી લાંબો એક્સપ્રેસ વે બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય અઢી કલાકથી ઘટાડીને એક કલાક કરે છે.
Ahmedabad-Vadodara Expressway: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અથવા મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે અથવા નેશનલ એક્સપ્રેસ વે 1 એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ અને વડોદરા શહેરોને જોડતો એક્સપ્રેસવે છે. 93.1 કિમી લાંબો એક્સપ્રેસ વે બંને શહેરો વચ્ચેનો પ્રવાસ સમય અઢી કલાકથી ઘટાડીને એક કલાક કરે છે. એક્સપ્રેસ વેમાં અનુક્રમે નડિયાદ અને આણંદ ખાતે બે એક્ઝિટ પોઈન્ટ પણ છે. ચાલો જાણીએ આ એક્સપ્રેસ વે વિશેની સંપૂર્ણ માહિતી. (તસવીર : @nitin_gadkari)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, જેને મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની લંબાઈ 93 કિલોમીટર છે. આ એક્સપ્રેસ વેને કારણે બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય 2.5 કલાકથી ઘટાડીને માત્ર એક કલાક થઈ ગયો છે. ઉત્તર છેડે અમદાવાદ અને દક્ષિણ છેડે વડોદરા સાથે પ્રોજેક્ટના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન 2004માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ આ એક્સપ્રેસ વે પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. (તસવીર : @nitin_gadkari)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે હાલમાં ચાર લેનનો છે. જો કે, તે દેશના સૌથી વ્યસ્ત હાઇવેમાંથી એક છે. તેથી આ પ્રોજેક્ટને છ લેન સુધી વિસ્તારવાની યોજના છે. આ એક્સપ્રેસ વે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા જાળવવામાં આવે છે. (તસવીર : NHAI)
તમને જણાવી દઈએ કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર માત્ર ફોર-વ્હીલરને જ મંજૂરી છે, પરંતુ અહીં બાઇક ચલાવવાની મંજૂરી નથી. અહીં ફોર લેન એક્સપ્રેસ વેની સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક છે. (તસવીર : @nitin_gadkari)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અમદાવાદના નરોડા રોડથી શરૂ થાય છે અને વડોદરામાં NH-64 સાથે જોડાય છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવેનું નિર્માણ સૌપ્રથમ કરવામાં આવ્યું હોવા છતાં અમદાવાદ-વડોદરા સત્તાવાર રીતે 'નેશનલ એક્સપ્રેસ વે 1' તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે NHAI દ્વારા વિતરિત કરાયેલ પ્રથમ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે પણ જોડવામાં આવશે જે ગુજરાતમાંથી પસાર થશે. તમને જણાવી દઈએ કે, આ એક્સપ્રેસ વે 475 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. (તસવીર : @nitin_gadkari)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ગુજરાતના બે મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે વેપાર અને માલસામાનની અવરજવરને સરળ બનાવે છે. જેના કારણે રોજગારીની તકો પણ વધી રહી છે. લોકોને અવરજવરમાં ઘણી સુવિધા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કાર, જીપ, વેન પર અમદાવાદ-વડોદરાથી 125 રૂપિયા અને નડિયાદથી વડોદરા માટે 75 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. (તસવીર : @nitin_gadkari)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેને કારણે આસપાસની જમીનોના ભાવ પણ વધી ગયા છે. એક્સપ્રેસ વેની આસપાસની જમીનની કિંમતો પણ વધી રહી છે. અમદાવાદમાં ગોતા, શેલા અને ચાંદખેડા અને વડોદરાના ચન્ની, આજવા રોડ અને કલાલી જેવા ઘણા વિસ્તારોમાં ભાવમાં આશરે 30-40 ટકાનો વધારો જોવા મળ્યો છે. (તસવીર : NHAI)