ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તમે જે જાણવા માંગો છો તે બધુ જ, સફળ બિઝનેસમેનથી રાષ્ટ્રપતિ સુધીની સફર
Donald Trump's Life Journey: ડોનાન્ડ ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પ, બીજી માર્લા મેપલ્સ અને વર્તમાન પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. તેમના પાંચ બાળકો છે. ડોનાલ્ડ જૂનિયર, ઈવાંકા, એરિન, ટિફની અને બૈરન.
Donald Trump's Life Journey: અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ચૂંટણી 2024 જીતી ગયા છે. ટ્રમ્પ ફરી એકવાર ટ્રમ્પ કાર્ડ સાબિત થયા છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને પાછળ રાખી રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પે બાજી મારી લીધી છે. ત્યારે આજે અમે તમને ડોનાલ્ડ જોન ટ્રમ્પ વિશે કેટલીક મહત્ત્વની જાણકારી આપીશું. ડોનાલ્ડ જોન ટ્રમ્પ અમેરિકાના મોટા બિઝનેસ મેન, ટેલિવિઝન વ્યક્તિત્વ અને રાજનેતા છે. ટ્રમ્પ 2017થી 2021 સુધી સંયુક્ત રાજ્ય અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ રહ્યા છે અને હવે તેઓ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. તેમની છબી અને નિવેદનો હંમેશા ચર્ચામાં રહ્યા છે. (તસવીર: Dolald Trump/X)
ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્ક સિટીમાં થયો હતો. તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ એક સફળ રિયલ એસ્ટેટ ડેવલપર રહ્યા હતા. ટ્રમ્પે વ્હાર્ટન સ્કૂલ, નેલસેલ્વેનિયા વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે. (તસવીર: Dolald Trump/X Screen Grab)
ટ્રમ્પે પોતાના કરિયરની શરૂઆત પોતાના પિતાના રિયલ એસ્ટેટ બિઝનેસથી કરી હતી. તેમણે ઘણી મહત્ત્વની પરિયોજનાઓનું નેતૃત્વ કર્યું, જેમ કે ટ્રમ્પ ટાવર, ટ્રમ્પ પ્લાઝા, ટ્રમ્પ તાજ મહલ. તેમણે બિઝનેસનો વિસ્તાર હોટલ, કેસિનો અને ગોલ્ફ કોર્સ સુધી કર્યો. (તસવીર: Dolald Trump/X)
ટ્રમ્પે 'ધ એપ્રેંટિસ' નામના ટીવી શો માં હોસ્ટ તરીકે સારી એવી ઓળખ બનાવી હતી. આ શો એ તેમની છબીને વધુ લોકપ્રિય બનવા દીધી અને તેમણે પોતાના બિઝનેસ કૌશલનું સારૂ પ્રદર્શન કર્યું હતું. (તસવીર: Ivanka Trump/X)
ટ્રમ્પ 2015માં રિપબ્લિકન પાર્ટી અંતર્ગત રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી હતી. તેમની અભિયાન શૈલી આક્રામક અને વિવાદાસ્પદ હતી. પરંતુ તેમને વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું હતું. 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટનને હરાવીને જીત મેળવી હતી. (તસવીર: Ivanka Trump/X)
ટ્રમ્પનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો હતો. તેમના દ્વારા લાગૂ કરવામાં આવેલ પ્રમુખ નીતિગત બદલાવોમાં વેપાર નીતિ, ઇમિગ્રેશન સુધારણા અને ટેક્સ કાપ સામેલ છે. તેમના પ્રશાસન દરમિ્યાન અમેરિકી સમાજમાં ધ્રુવીકરણ વધ્યું અને વિભિન્ન મુદ્દાઓ પર વિભાજન વધ્યું હતું. (તસવીર: Dolald Trump/X)
2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ જો બાઈડન સામે હારી ગયા હતા. તેમણે ચૂંટણીના પરિણામોને પડકાર ફેંક્યો અને મોટા પ્રમાણમાં ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો, જે સાચા સાબિત થયા નહીં. તેમના સમર્થકો દ્વારા 6 જાન્યુઆરી 2011 એ કેપિટલ હિલ પર હુમલો કર્યો, જેને ટ્રમ્પના ચૂંટણી દાવા સાથે જોડવામાં આવ્યો. (તસવીર: Dolald Trump/X)
ડોનાન્ડ ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પ, બીજી માર્લા મેપલ્સ અને વર્તમાન પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. તેમના પાંચ બાળકો છે. ડોનાલ્ડ જૂનિયર, ઈવાંકા, એરિન, ટિફની અને બૈરન. (તસવીર: Dolald Trump/X)