Assembly Election Result 2023 | વિધાનસભા ચૂંટણી 2023 પરિણામ : ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની જીત વધામણા
Assembly Election Result 2023 : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ હાલના વલણો પ્રમાણે જોઈએ તો, ભાજપ ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અને કોંગ્રેસ તેલંગાણામાં જીતનો પરચમ લહેરાવી શકે છે. ગુજરાતના ગાંધીનગર ખાતે ભાજપની ઓફિસ કમલમ ખાતે કાર્યકરો દ્વારા જીતના વધામણા કરી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
Assembly Election Result 2023 | રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે મત ગણતરીનું કામ ચાલી રહ્યું છે, અત્યાર સુધીના વલણોમાં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવા વલણો જોવા મળી રહ્યા છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
જેમ જેમ મત ગણતરી થઈ રહી છે, અને ભાજપની જીત થતી જોવા મળી રહી છે, તે જોતા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભાજપની જીતનું જશ્ન શરૂ થઈ ગયું છે. ક્યાંક મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે, તો ક્યાંક ઢોલ નગારા સાથે કાર્યકરો ઉત્સાહમાં આવી જશ્ન મનાવી રહ્યા છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
ગુજરાતના ગાંધીનગરમાં પણ ભાજપની કમલમ ઓફિસે ભાજપના કાર્યકરોએ ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમત સાથેના વલણોને જોતા, જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કમલમ ઓફિસે કાર્યકરો ભેગા થયા હતા, અને ભાજપના ઝંડા સાથે ભારત માતાકી જયના નારા સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો જોઈએ આ સમાચાર લખાઈ રહ્યા છે, ત્યારે ચાર રાજ્યોના પરિણામના વલણોમાં શું જોવા મળી રહ્યું છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
રાજસ્થાનમાં કુલ 199 બેઠકમાંથી ભાજપ 112, કોંગ્રેસ 72, બસપા 2 અને અન્ય 13 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જીતવા માટે 100 બેઠકો જીતવાની જરૂર, હાલમાં બે બેઠક પર ભાજપ જીતી ચુકી છે. અને 110 બેઠક પર આગળ ચાલી રહી છે, જેથી રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
મધ્ય પ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી ભાજપ 161, કોંગ્રેસ 66, બસપા 2 અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકાર બનાવવા 116 બેઠકો પર જીતવાની જરૂર હોય છે, જ્યારે ભાજપ 161 બેઠક પર આગળ જોવા મળી રહી છે, જેથી એમપીમાં પણ ભાજપ સરકાર બનાવશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
છત્તીસગઢમાં કુલ 90 બેઠકમાં ભાજપ 55 બેઠક પર આગળ તો, કોંગ્રેસ 32 અને બસપા 02 બેઠક પર આગળ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, અહીં સરકાર બનાવવા 46 બેઠક પર જીત જરૂરી બને છે, જેથી અહીં પણ ભાજપા જ સરકાર બનાવે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)
તેલંગાણામાં કુલ 119 બેઠકમાં કોંગ્રેસ 64, બીઆરએસ 38 અને એઆઈએમઆઈએમ 6, ભાજપ 8 અને અન્ય 1 બેઠક પર આગળ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકાર બનાવવા માટે 60 બેઠકો પર બહુમતી જરૂરી છે, જ્યારે કોંગ્રેસ હાલમાં 64 બેઠક પર આગળ ચાલી રહી છે, જેથી અહીં કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)