ભારતમાં કઈ કંપનીની ઈલેક્ટ્રીક કાર સૌથી વધુ વેચાય છે? આ રહ્યું ટૉપ-5 કંપનીઓનું લિસ્ટ
Top 5 electric cars brands : ભારતમાં હવે ઈલેક્ટ્રીક કારની માંગ વધી રહી છે, લોકો પોતાના ઘરોમાં તેને સ્થાન આપી રહ્યા છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ પહેલા કરતા વધી રહ્યું છે અને પોશાય તેવા મોડલ આવાથી આવુ થયું છે. હવે ગ્રાહકો પાસે પણ ઘણા વિકલ્પો આવી ગયા છે.
ભારતમાં હવે ઈલેક્ટ્રીક કારની માંગ વધી રહી છે, લોકો પોતાના ઘરોમાં તેને સ્થાન આપી રહ્યા છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ પહેલા કરતા વધી રહ્યું છે અને પોશાય તેવા મોડલ આવાથી આવુ થયું છે. હવે ગ્રાહકો પાસે પણ ઘણા વિકલ્પો આવી ગયા છે. ટાટા મોટર્સથી લઈને Citroen જેવી કાર કંપનીઓ હાલમાં ટોપ-5 પર પોતાનું સ્થાન જમાવી લીધુ છે. જેની કાર ખુબ જ વધુ પસંદ કરવામાં આવી રહી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે કે, દેશમાં કઈ કંપનીની કારો સૌથી વધુ વેચાઈ રહી છે. (તસવીર: mgmotor/Tatamotor)
ગત મહિને કાર કંપની Citroen એ ભારતમાં માત્ર 254 ઈલેક્ટ્રીક કારોનું વેચાણ કર્યું હતું અને આ વખતે પાચમાં સ્થાને પોતાનું સ્થાન બનાવી રાખવામાં સફળ રહી છે. ત્યાં જ BMW એ ભારતમાં ગત મહિને 363 યૂનિટનું વેચાણ કર્યું હતું અને તે આ વખતે તે ચોથા સ્થાને છે. ત્યાં જ મહિન્દ્રા એ ગત મહિને 907 યૂનિટ્સનું વેચાણ કરીને ત્રીજા નંબરે પોતાનું સ્થાન બનાવ્યું છે. (તસવીર: BMW.in)
આ સિવાય MG એ ભારતમાં હવે ઝડપ પકડી છે. ગત મહિને કંપનીએ 2530 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું અને આ વખતે તે બીજા નંબર પર પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. જ્યારે ગત વર્ષે કંપનીએ તેના 944 યૂનિટ્સનું જ વેચાણ કર્યું હતું. ત્યાં જ પ્રથમ નંબર પર ટાટા મોટર્સ એ બાજી મારતા ગત મહિને 6152 યૂનિટ્સનું વેચાણ કર્યું છે જ્યારે ગત વર્ષે કંપનીએ 5598 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. (તસવીર: mgmotor)
ટાટા અને એમજી કાર કેમ વેચાય રહી છે ભારતમાં આ બંને કાર કંપનીઓ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગાડીઓ ડિઝાઈન કરી રહી છે. માત્ર આટલું જ નહીં, તેમની નવી-નવી ઓફર્સ પણ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ સાબિત થઈ છે. ટાટા અને એમજી એ બજેટ પ્રાઈસ પર ફોકસ કરતા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરી છે. MG Comet તો 4.99 લાખ રૂપિયાની પ્રાઈસ ટેગમાં ઉપલબ્ધ છે પરંતુ તે બેટરી વિના આવે છે. (તસવીર: Tatamotor)
માત્ર આટલું જ નહીં તાજેતરમાં આવેલી MG Windsor EV ખુબ પસંદ કરવામાં આવી રહી છે. સતત તેનું વેચાણ થઈ રહ્યું છે. ત્યાં જ ટાટા પંચ EV ને પણ ભારતમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. કૂલ મળીને જોવામાં આવે ચો ઈલેક્ટ્રીક કારો બજેટ સેગમેન્ટમાં આવે છે તો ગ્રાહક તેને ખરીદવા માટે વિચારે છે. (તસવીર: mgmotor)