દિવાળીના લાંબા વેકેશનમાં ફરવા માટે ગુજરાતના બેસ્ટ પ્રવાસન સ્થળો
best tourist places in Gujarat: ગુજરાતના પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓમાં લાખો પ્રવાસીઓ આવે છે. જ્યારે ગુજરાતના આ પર્યટન સ્થળો ધમધમે છે. જાણો ગુજરાતના ટોપના પ્રવાસન સ્થળો વિશે.
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાતમાં લાખો પ્રવાસીઓ આવે છે. ગુજરાતના લોકોએ પણ તેમના મનપસંદ સ્થળોની મુલાકાત લઈને દિવાળી વેકેશનની રજાઓનો આનંદ માણે છે. ગુજરાતમાં દિવાળી પછીના દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. રાજ્યમાં સૌથી લાંબી રજા પણ દિવાળી પર હોય છે. ગુજરાતના પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓમાં લાખો પ્રવાસીઓ આવે છે. જ્યારે ગુજરાતના આ પર્યટન સ્થળો ધમધમે છે. જાણો ગુજરાતના ટોપના પ્રવાસન સ્થળો વિશે. (તસવીર: સોશિયલ મીડિયા)
અંબાજી મંદિર - બનાસકાંઠા દેશના શક્તિપીઠોમાંનું એક બનાસકાંઠા અંબાજી મંદિર દિવાળી દરમિયાન પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં દેશના દરેક ખુણામાંથી લોકો અંબાજી માતાના દર્શન કરવા માટે પહોંચે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
દ્વારકાધીશ મંદિર - દ્વારકા ચારધામ યાત્રાનો ભાગ દ્વારકાધીશ જગત મંદિર, પ્રવાસી આકર્ષણની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. અહીં સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી પ્રવાસીઓ સેલ્ફી લે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
પાવાગઢ અને સોમનાથ દિવાળીની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મા કાલી અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે અહીં પહોંચે છે. પાવાગઢમાં દર વર્ષે દિવાળીના સમયે લાખો મુલાકાતીઓ આવે છે, જ્યારે સોમનાથ મંદિરમાં પણ લાખો ભક્તો દર્શનનો લાહ્વો લે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી - કેવડિયા દિવાળીની રજાઓ દરમિયાન લાખોમી સંખ્યામાં પ્રવાસીઓ લોખંડી પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લે છે. અહીં ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટો શરૂ કરવામાં આવે છે. ત્યાં જ બાળકોને પણ આ સ્થળ ખુબ જ રોમાંચક લાગે છ. (તસવીર: સોશિયલ મીડિયા)
પીએમ મોદીનું જન્મસ્થળ - વડનગર દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળની પણ મુલાકાત લે છે. દિવાળી વેકેશનમાં દેશના હજારો લોકો આ સ્થળની મુલાકાત લે છે. વડનગર પીએમ મોદી સાથે સંકળાયેલું એક ઐતિહાસિક શહેર છે. (તસવીર: સોશિયલ મીડિયા)
રાણી ની વાવ - પાટણ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત રાણી ની વાવની પણ પ્રવાસીઓએ મુલાકાત લે છે. રાણ ની વાવ અથવા રાની કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
ભુજમાં સ્મૃતિ વન સ્મૃતિવન અથવા સ્મૃતિ વન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિષયો આધારિત સાત પ્રદર્શન વિભાગો આવેલા છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ અહીં આવે છે. (તસવીર: સોશિયલ મીડિયા)
સૂર્ય મંદિર - મોઢેરા મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં 30 કિમી અને અમદાવાદથી 102 કિમી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે, જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. (તસવીર: સોશિયલ મીડિયા)