Gambhira Bridge Collapse: આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં છે.
બુધવારે વહેલી સવારે વડોદરા જિલ્લામાં મુજપુર-ગંભીરા પુલ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. મહિસાગર નદી પર બનેલો પુલ મધ્ય ગુજરાતને રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્ર સાથે જોડે છે. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પુલ 1985માં બનાવવામાં આવ્યો હતો, જેની સમયાંતરે જાળવણી કરવામાં આવતી હતી.
આ પુલ મહિસાગર નદી પર બનાવવામાં આવ્યો હતો. તે લગભગ 40 વર્ષ પહેલાં 1985માં બનાવવામાં આવ્યો હતો. આ પુલની લંબાઈ 900 મીટર છે. આખો પુલ 23 થાંભલાઓના ટેકે ઉભો છે. તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. પોલીસ અધિક્ષક (વડોદરા ગ્રામીણ) રોહન આનંદે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 7:30 વાગ્યે પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.
આ અકસ્માત બાદ રાજ્યની ભૂપેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે તેમને પહેલાથી જ આ ઘટનાનો આભાષ થઈ ગયો હતો. ગુજરાત કોંગ્રેસે કહ્યું કે અમે સરકારને કહ્યું હતું કે પુલ સારી સ્થિતિમાં નથી અને તેના કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્ય સરકારની બેદરકારીને કારણે આ ઘટના બની છે.
અકસ્માતના બીજા દિવસે પણ મહિસાગર નદીમાં પુલ તુટ્યા બાદ જળમગ્ન થયેલા વાહનોને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ દરમિયાન આજે વધુ ત્રણ ડેડબોડી મળી આવતા અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે. ત્યાં જ હજુ પણ ત્રણ લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. કોંગ્રેસની સાથે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ પણ આ અકસ્માત અંગે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ કહ્યું કે જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર ચલાવવામાં અસમર્થ હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ગઢવીએ કહ્યું કે આ પુલ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે, તેથી તે માનવસર્જિત અકસ્માત હતો.
આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાં છે.
હાલમાં મહિસાગર નદીમાં પડેલા ટ્રકને હટાવ્યા બાદ ઉપરના ટેન્કરને હટાવવાની કામગીરી થઈ શકે છે. ગંભીરા બ્રિજ પર જેસીબી, ક્રેન સહિત ફાયરની ગાડી તહેનાત કરાઈ છે. જોકે કામગીરી ધમી ગતિએ ચાલતી હોવાનું ગુમ થયેલા લોકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.