દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના પરિવારમાં કોણ-કોણ છે? પતિ શું કામ કરે છે?
Delhi CM Rekha Gupta Family, Husband, Son and Daughter: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના પતિ શું કરે છે? તેમના કેટલા બાળકો છે અને તેઓ શું કરે છે?
દેશની રાજધાની દિલ્હીમાં સત્તા કોણ સંભાળશે તે નક્કી થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની સત્તા રેખા ગુપ્તાને સોંપી દીધી છે. (Express Photo by Gajendra Yadav)
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપે મુખ્યમંત્રીની પસંદગી માટે વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડની નિમણૂક કરી હતી. રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે. (Express Photo by Gajendra Yadav)
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને હરાવીને મોટી જીત મેળવી અને પાર્ટી 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી છે. 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 48 બેઠકો મળી જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠકો સુધી મર્યાદિત રહી. (Express Photo by Gajendra Yadav)
રેખા ગુપ્તાએ પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીતી છે. તેઓ શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વંદના કુમારીને 29,595 મતોના મોટા માર્જિનથી હરાવ્યા હતા. (Express Photo by Gajendra Yadav)
રેખા ગુપ્તા બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સક્રિય સભ્ય રહ્યા છે. તેમણે સંઘની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો. 1994-95 માં તેમણે દૌલત રામ કોલેજના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. (Express Photo by Gajendra Yadav)
1995-96 માં તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ના સચિવ બન્યા. 1996-97 માં તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા. (Express Photo by Gajendra Yadav)
રેખા ગુપ્તા હરિયાણાના જુલાનાના છે પરંતુ જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેના પતિની બદલી દિલ્હી થઈ ગઈ ત્યારબાદ તેમનો પરિવાર ત્યાં શિફ્ટ થઈ ગયો. (Express Photo by Gajendra Yadav)
રેખા ગુપ્તાના પિતા જય ભગવાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર રહી ચૂક્યા છે. તેમની માતાનું નામ ઉર્મિલા જિંદાલ છે જે ગૃહિણી હતી. (Express Photo by Gajendra Yadav)