Foods To Eat in Winter: શિયાળાના 5 અમૃત, જે તમારા શરીરને બનાવશે શક્તિશાળી અને બીમારીઓને રાખશે દૂર
Foods To Eat in Winter For Energy: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બદલાતા વાતાવરણમાં શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઋતુ પ્રમાણે તમારો આહાર હોવાથી શરીરને પર્યાપ્ત એનર્જી મળે છે અને બીમારીઓનો ખતરો પણ ટળી શકે છે.
Foods To Eat in Winter For Energy: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને બદલાતા વાતાવરણમાં શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઋતુ પ્રમાણે તમારો આહાર હોવાથી શરીરને પર્યાપ્ત એનર્જી મળે છે અને બીમારીઓનો ખતરો પણ ટળી શકે છે. શિયાળો શરૂ થતા જ લોકો ખાંસી, શરદ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં નબળી ઇમ્યુનિટી અને ખરાબ ભોજનના કારણે ઇન્ફેક્શન અને બીમારીનો ખતરો પણ વધી જાય છે. ઠંડીની સિઝનમાં શરીરને એનર્જેટીક રાખવા અને શરીરને ગરમ રાખવા માટે એવા ફુડને ડાઈટમાં સામેલ કરવા જોઈએ, જે શિયાળાની ઋતુમાં ફાયકારક રહે. આવો વિસ્તારથી જાણીએ શિયાળાની ઋતુમાં શક્તિ માટે શું ખાવું જોઈએ.
બાજરાનો રોટલો: શિયાળાની ઋતુમાં બાજરાનો રોટલો ખાવું ખુબ જ ફાયદાકારક છે. ઠંડી સિઝનમાં બાજરાનો રોટલો ખાવાથી શરીર ગરમ રહે છે અને શરીરને શક્તિ મળે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન, ફાઈબર અને પ્રોટીન પર્યાપ્ત માત્રામાં હોય છે, જે શરીરને એનર્જી આપવા અને શક્તિશાળી બનાવવામાં ફાયદાકારક છે.
ખજૂર ખાવી: શિયાળાની ઋતુમાં ખજૂર ખાવાથી શરીરની અંદર શક્તિ વધે છે અને શરીર ગરમ રહે છે. ખજૂરની અંદર વિટામીન એ, વિટામીન બી, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો પર્યાપ્ત માત્રામાં હોય છે. શિયાળામાં દરરોજ ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને શક્તિ મળે છે. તેમાં રહેલ ડાઈટરી ફાઈબર શરીરના પાચનને ઠીક કરે છે.
આદુ: આદુની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે. આ ઉપરાંત તે પાચન પ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. તેથી તમારે શિયાળામાં આદુનું સેવન કરવું જોઈએ. તમે આદુની ચા, પાણી અથવા ઉકાળો વગેરે પણ પી શકો છો. શરદી અને ઉધરસની સ્થિતિમાં તમે આદુનો રસ પણ પી શકો છો.
શિંગોડા: શિયાળામાં શિંગોડા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે નવેમ્બર માસથી બજારોમાં મળવાનું શરૂ થઈ જાય છે અને તે લોટના સ્વરૂમાં પણ બજારમાં મળે છે. અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, માંસ પેશીઓની નબળાઈ અને થાઈરોઈડ જેવી સમસ્યામાં શિંગોડા કારગર છે. શિંગોડાના સેવનથી વજન પણ ઘટે છે. શિંગોડામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિંગોડાનું સેવન યુરિન ઈન્ફેક્શનથી બચાવે છે. શિંગોડા અપચો અને ઉબકા જેવી સમસ્યાઓને મટાડે છે. તે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
આંબળા: જો તમે શિયાળામાં આંબળાના ફાયદા મેળવવા શોધી રહ્યા છો તો આંબળાની ચા એક સારો વિકલ્પ છે. આંબળાની ચા વિટામીન સી અને એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે જે સ્કિનને હેલ્દી રાખવા, પાચન અને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. આંબળાની ચટણી, આંબળાનો ટેસ્ટ લેવામાં એક હેલ્દી અને પૌષ્ટીક રીત છે. શિયાળામાં ભારે અને ગરમ ભોજનના કારણે પાચન શક્તિ ધીની થઈ શકે છે માટે આંબળામાં રહેલા ફાઈબર ડાઈઝેશનને વધારવામાં મદદ કરી શકે છે. સોજાથી રાહત અપાવવ અને ઝાડાને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.