ગુજરાત નજીક આવેલી છે બાહુબલીની માહિષ્મતિ, વિકેન્ડ ટુર માટે બેસ્ટ ડેસ્ટિનેશન
Maheshwar Fort History : બાહુબલી ફિલ્મમાં જે માહિષ્મતિ નગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજનું મહેશ્વર છે. મધ્યપ્રદેશના ખરગોન જીલ્લામાં નર્મદા કિનારે સ્થિત મહેશ્વર જ હિંદુ પુરાણોમાં વર્ણતી માહિષ્મતિ નગર છે. આ સ્થળે જ હોલકર વંશના રાજમાતા દેવી અહિલ્યા એ મહેશ્વર નગર વસાવ્યું હતુ. અહીં 400 વર્ષ કરતા વધારે જૂનો સુંદર કિલ્લો છે.
ગુજરાત અને તેની આસપાસ ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે. તમને બધાને બાહુબલી ફિલ્મ બહુ ગમતી હતી.બાહુબલી ફિલ્મમાં માહિષ્મતિ નગરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની કહાણી અને દ્રશ્યો બહુ મજેદાર છે. પણ શું તમને ખબર છે ગુજરાતની નજીક જ માહિષ્મતિ આવેલું છે? જી હા, ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંજ અસલી માહિષ્મતિ નગર આવેલુ છે. જે વિકેન્ડ હોલિડે માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. (Photo - khargone.nic.in)
બાહુબલીની માહિષ્મતિ એટલે આજનું મહેશ્વર : બાહુબલી ફિલ્મમાં જે માહિષ્મતિ નગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજનું મહેશ્વર છે. મધ્યપ્રદેશના ખરગોન જીલ્લામાં નર્મદા કિનારે સ્થિત મહેશ્વર જ હિંદુ પુરાણોમાં વર્ણતી માહિષ્મતિ નગર છે. આ સ્થળે જ હોલકર વંશના રાજમાતા દેવી અહિલ્યા એ મહેશ્વર નગર વસાવ્યું હતુ. અહીં 400 વર્ષ કરતા વધારે જૂનો સુંદર કિલ્લો છે. (Photo - khargone.nic.in)
માહિષ્મતિ સમ્રાટ સહસ્ત્રાર્જુનને એક હજાર હાથ હતા માહિષ્મતિ એટલે કે મહેશ્વરનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં મળે છે. હિંદુ પુરાણ અનુસાર માહિષ્મતિના સમ્રાટ સહસ્ત્રાર્જુન હૈહય વંશના હતા. સહસ્ત્રાર્જુનને એક હજાર હાથ હતા, આથી તેને સહસ્ત્રબાહુ પણ કહેવાય છે. સહસ્ત્રાર્જુને પોતાના એક હજાર વડે નર્મદા નદીનું પાણી રોકી દીધું હતુ. (Photo - khargone.nic.in)
સહસ્ત્રાર્જુન અને પરશુરામ વચ્ચે યુદ્ધ એક કથા અનુસાર સહસ્ત્રાર્જુનને ઋષિ જમદગ્નિને હેરાન કર્યા હતા, આથી ઋષિ જમદગ્નિના પુત્ર પરશુરામ અને સહસ્ત્રાર્જુન વચ્ચે યુદ્ધ થયુ હતુ. રાજરાજેશ્વર સહસ્ત્રાર્જુન પણ ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર અવતાર હતા, આથી બંને વચ્ચે યુદ્ધ સમાપ્ત થઈ રહ્યું ન હતું. તે દરમિયાન સહસ્ત્રાર્જુને ભગવાન દત્તાત્રેયની સામે પસ્તાવો કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભગવાન દત્તાત્રેયના કહેવાથી રાજરાજેશ્વર સહસ્ત્રાર્જુન મહેશ્વર સ્થિત ભગવાન શંકરના મંદિરમાં સ્થાપિત શિવલિંગમાં વિલીન થઈ ગયા. આ મંદિરમાં શિવલિંગ સ્વરૂપે રાજરાજેશ્વર સહસ્ત્રાર્જૂન બિરાજમાન છે. (Photo - khargone.nic.in)
દેવી અહિલ્યાબાઈ એ મહેશ્વરને રાજધાની બનાવી ઈન્દોરના હોલકર વંશના મહારાણી દેવી અહલ્યા એ 1700મી સદીમાં મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે ભવ્ય કિલ્લા અને ઘાટનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ અડિખમ છે. દેવી અહલ્યા ધર્મ પ્રેમી, પ્રજા વત્સલ અને પરમ શિવ ભક્ત હતા. કહેવાય છે કે, દેવી અહલ્યાએ ભારતના તમામ જ્યોતિર્લિંગનો જિણોદ્વાર કરાવ્યો હતો. (Photo - khargone.nic.in)
દેવી અહલ્યા બાઈ દ્વારા મહેશ્વર કિલ્લાનું નિર્માણ મહેશ્વરમાં નર્મદા નદીના કિનારે 400 વર્ષ અડિયમ કિલ્લો જોવાલાયક સ્થળ છે. કિલ્લામાં રાજ પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાતી ઘણી ઐતિહાસિક ચીજ વસ્તુઓ જોવા મળે છે. કિલ્લાની અંદર દેવી અહિલ્યાનો દરબાર, તેની પાલખી, વસ્ત્રો વગરે એક પ્રદર્શનીમાં જોવા મળે છે. (Photo - khargone.nic.in)
દેવી અહિલ્લાનું શિવ મંદિર દેવી અહિલા પરમ શિવ ભક્ત હતા. મહેશ્વર કિલ્લાની અંદર જ શિવ મંદિર આવેલું છે જ્યાં દેવી અહિલ્યા પૂજા કરતા હતા. ઉપરાંત દેવી અહિલ્યા દ્વારા પૂજા કરવામાં આવેલા ચાંદીના મોટા શિવલિંગ, ભગવાનની કિંમતી મૂર્તિઓ અને સોનાનો હિંચલો છે. જેને જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo - khargone.nic.in)
મહેશ્વર કિલ્લો સુંદર કોતરણી અને ઝરુખાથી સુશોભિત મહેશ્વર કિલ્લો સુંદર કોતરણી અને ઝરુખાથી સુશોભિત છે. ઝરુખામાંથી નર્મદા નદીનું મનમોહક દ્રશ્ય જોવા મળે છે. 400 વર્ષ કરતા વધારે જૂનો આજે પણ તે સમયની ભવ્યતાની યાદ અપાવે છે. મહેશ્વર કિલ્લા પરિસર અને નર્મદા નદી કિનાે માં ઘણા મંદિરો અને રાજ પરિવારના સભ્યોની છત્રીઓ આવેલી છે. (Photo - khargone.nic.in)
મહેશ્વરની પ્રખ્યાત મહેશ્વરી સાડી મહેશ્વરની મહેશ્વરી સાડી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. હાથવણાટની આ મહેશ્વરી સાડીમાં રેશ્મ, સિલ્ક અને જરીથી બને છે. મહેશ્વરી સાડી તેના સુંદર વણાટ કામને લીધે પ્રખ્યાત છે. (Photo - khargone.nic.in)
મહાકાલેશ્વર મંદિર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન મહેશ્વરની નજીક ઘણા ધાર્મિક સ્થળ આવેલા છે. જેમા ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને ઓમકારેશ્વર જ્યોર્તર્લિંગ દર્શનીય સ્થળ છે. આ બંને શિવ મંદિરનો ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. નર્મદા નદીની વચ્ચેમાં એક શિવ મંદિર છે, જ્યાં હોડીમાં બેસી પહોંચી શકાય છે. (Photo - Social Media)
મહેશ્વરના મુખ્ય તહેવારો મહેશ્વર તમામ સિઝનમાં એક કે બે દિવસ તેમજ વિકેન્ડ હોલિડે માટે બેસ્ટ ડેસ્ટિનેશનલ છે. મહેશ્વરના મુખ્ય તહેવારોમાં શિવરાત્રી, શ્રાવણ મહિનો, કારતક પૂનમ, ગણગોર અને નવરાત્રી છે. મહેશ્વરમાં પ્રવાસીઓ માટે રોકવા ઘણી હોટેલ છે. (Photo - khargone.nic.in)
મહેશ્વર કેવી રીતે પહોંચવું મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં મહેશ્વર આવેલું છે. મહેશ્વરનું સૌથી નજીકનું સ્ટેશન મારવાહ (Marwaha) છે, જે 36 કિમી દૂર છે. ઉપરાંત ઈન્દોર રેલવે સ્ટેશનથી મહેશ્વર 80 કિમી દૂર છે. ઈન્દોરથી મહેશ્વર આવવા માટે ઘણી બસ અને ખાનગી વાહનો ઉપલબ્ધ છે. મહેશ્વરનું નજીકનું એરપોર્ટ ઈન્દોર દેવી અહલ્યા બાઇ હોલ્કર એરપોર્ટ છે. અમદાવાદથી ઈન્દોર જવા ઘણી ટ્રેન અને બસ ઉપલબ્ધ છે. ઉપરાંત અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનથી મહેશ્વર જવા માટે ખાનગી બસ પણ ઉપડે છે. (Photo - khargone.nic.in)