પ્રવાસ: ગુજરાત નજીક આવેલું આ હિલ સ્ટેશન ઈતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે છે બહુ ખાસ
Famous Tourist Places In Mandu: ગુજરાત નજીક આવેલું ફેમસ હિલ સ્ટેશન માંડુ ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બહુ ખાસ છે. માંડુ ને માંડવ ગઢ પણ કહેવામાં આવે છે. માંડુ બારે મહિને ફરવા લાયક પ્રવાસન સ્થળ છે.
ઉનાળામાં હિલ સ્ટેશન ફરવાની બહુ મજા પડે છે. ઉનાળામાં હિલ સ્ટેશન પર ગરમી ઓછી લાગ છે તેમજ કુદરતના ખોળે સમય વિતાવવાનો આનંદ મળે છે. ગુજરાતની અંદર અને આસપાસ ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલા છે, જે ગુજરાતીઓના પ્રિય પ્રવાસન સ્થળ છે. (Photo - wikipedia.org)
માંડુ ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન અહીં ગુજરાત નજીક આવેલા એક ફેમસ હિલ સ્ટેશન વિશે જણાવી રહ્યા છે, જે ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બહુ ખાસ છે. આ સ્થળનું નામ છે માંડુ, જેને માંડવ ગઢ પણ કહેવામાં આવે છે. માંડુ બારે મહિને ફરવા લાયક પ્રવાસન સ્થળ છે. સુંદર ઐતિહાસિક ઇમારતો અને કૃદરતી દ્રશ્યોથી ભરપૂર હોવાથી માંડુમાં ઘણી ફિલ્મો અને સિરિયલોનું શુટિંગ થયું છે. (Photo - Social Medai)
માંડુ નો ઇતિહાસ માંડ વિંધ્યાચલ પર્વતમાળામાં વસેલું ઐતિહાસિક સ્થળ છે. 11મી સદીમાં માંડુ તારાગંગા કે તરંગા રાજનો એક ભાગ હતો. પરમાર રાજના કાળમા માંડુ પ્રસિદ્ધ થયું અને 13મી સદીમાં મુસ્લિમ આધિપત્ય હેઠળ આવી ગયું. 612 વિક્રમ સંવતની એક શિલાલેખ અનુસાર છઠ્ઠી સદીમાં માંડુ એક સમૃદ્ધ શહેર હતુ. અહીથી દક્ષિણ અને ગુજરાત તરફ જવાનો રસ્તો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ માંડુ મહત્વપૂર્ણ સ્થળ છે. (Photo - wikipedia.org)
માંડુના 12 પ્રવેશ દ્વાર માંડમાં પ્રવેશવા માટે 12 દરવાજા છે. મુખ્ય રસ્તો દિલ્હી દરવાજા કહેવાય છે. અન્ય દરવાજના નામ રામગોપાલ દરવાજા, જહાંગીર દરવાજા અને તારાપુર દરવાજા છે. માંડુને માંડવગઢ પણ કહેવાય છે. સુલ્તાનના સમયે તેને શાદિયાબાદ કહેવાતુ હતુ, જેનો અર્થ થાય છે ખુશિયો કા શહેર. (Photo - wikipedia.org)
માંડુના ઐતિહાસિક સ્મારક માંડુમાં ઘણા ઐતિહાસિક સ્મારકો અને મહેલ છે, જેને જોઇ પ્રવાસીઓ અભિભૂત થઇ જાય છે. જહાજ મહેલ, હિંડોળા મહેલ, શાહી હમામ અને વાસ્તુકલાના ઉત્કૃષ્ઠ ઉદાહરણ આકર્ષક કોતરણીવાળા ગુંબજ જોવા લાખો પ્રવાસીઓ માંડવગઢ આવે છે. (Photo - wikipedia.org)
જહાજ મહેલ જહાજ મહેલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જહાજ આકારમાં બનેલું હોવાથી તેનું નામ જહાજ મહેલ છે. જહાજ મહેલ બે માનવસર્જિત તળાવની વચ્ચે બનાવામાં આવ્યં હતું, જે મહેલની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જહાજ મહેલનું નિર્માણ સલ્તાન ગ્યાસુદ્દીન ખિલજીએ કરાવ્યુ હતુ. સૌથી ખાસ આ મહેલમાં 15000 સ્ત્રીઓ એક સાથે રહે તેવી વ્યવસ્થા છે. (Photo - wikipedia.org)
હિંડોળા મહેલ આ મહેલની દિવાલો ત્રાંસ હોવાથી તેને હિંડોળા મહેલ કહેવામાં આવે છે. અહીંયા રાજાનો દરબાર ભરાતો હતો અને લોકોની ફરિયાદ સાંભળતા હતા. આ મહેલ ઉપરથી બંધ નહીં પણ ખુલ્લુ છે. હિંડોળા મહેલની દિવાલો 77 ડિગ્રી નમેલી છે. માંડુની શાન છે હિંડોળા મહેલ. (Photo - wikipedia.org)
રાણી રૂપમતી મહેલ માંડુ એટલે માંડવગઢનો ઇતિહાસ જેટલો પ્રસિદ્ધ છે તેટલી જ પ્રસિદ્ધ બાજ બહાદુર ખાન અને રાણી રૂપમતીની પ્રેમ કહાણી છે. એવું કહેવાય છે કે, રાણી રૂપમતી હિદુ ગાયિકા હતી. માલવાના અફગાન સુલ્તાન બાજ બહાદુર ખાનને રાણી રૂપમતી સાથે પ્રેમ થઇ ગયો અને બંને એ લગ્ન કર્યા. રાણી રૂપમતીનો એક નિયમ હતો. તે દરરોજ નર્મદા દર્શન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરી હતી. આથી રાણી રૂપમતી માંડવગઢમાંથી દૂર વહેતી નર્મદા નદીના દર્શન કરી શકે તે માટે માંડુના સૌથી ઉંચા પહાડ પર રાણી રૂપમતી મહેલનું નિર્માણ કરાવ્યુ હતુ. (Photo - wikipedia.org)
હોશંગ શાહ મકબરો - જામા મસ્જિદ હોશંગ શાહ ગોરી (1406-1435) માંડુનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. તેના પિતાનું નામ દિલાવર ખાન ગોરી હતું, જેને ફિરોઝશાહ તુગલકે માંડુના રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. મકબરાનું નિર્માણ હોશંગ શાહ ગોરીએ કર્યુ હતુ, જે મહમૂદ ખિલજી એ વર્ષ 1440માં પૂર્ણ કરાવ્યુ હતુ. (Photo - wikipedia.org)
માંડુ કેવી રીતે પહોંચવું? ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેમાં માંડુ એટલ માંડવ ગઢ આવેલું છે. જે અમદાવાદથી 366 અને બરોડાથી 315 કિમી દૂર છે. મધ્યપ્રદેશના ઈન્દોરથી 86 કિમી અને ધાર શહેરથી 35 કિમી દૂર છે. અમદાવાદથી ઈન્દોર જતી બસો ધાર થઇને જાય છે. સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોરનું અહિલ્યા બાઇ હોલ્ડર એરપોર્ટ છે. નજીકનું રેલવે સ્ટેશન રતલામ છે, જે માંડુથી 124 કિમી દૂર છે. (Photo - wikipedia.org)