International yoga day | વિશ્વ યોગ દિવસ પર સુરતમાં ઇતિહાસ રચાયો, 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
International yoga day celebration in surat : વિશ્વ યોગ દિવસની ઉજવણી દેશ અને દુનિયામાં થઈ ત્યારે સુરતમાં પણ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ડુમસ ખાતે વાય જંક્શન પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આશરે 1.50 લોકોએ એક સાથે યોગ કરીને વિક્રમ રચ્યો હતો. જેના પગલે આ યોગ કાર્યક્રમને ગિનિસ બુકમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.
રાજ્ય કક્ષાના યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતા પાટીલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
Y-જંક્શનથી SVNIT સર્કલ -4 કિ.મી સુધી, Y જંક્શનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – 4 કિ.મી સુધી, તેવી જ રીતે Y-જંક્શનથી સુરત એરપોર્ટ ગેટ – 4.5 કિ.મી સુધી મળી પ્રતિ 1 કિમી આશરે 10,000 નાગરિકો એટલે કે 1,25,000 નાગરિકો કુલ 12.5 કિમી પથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.