ગુજરાતવાસીઓના સૌથી પ્રિય તહેવાર ઉતરાયણના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ઉત્તરાયણ આવે તે પહેલા જ અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે અને શહેરનું આકાશ રંગમય દેખાવા લાગે છે. ત્યારે શું તમે જાણો છો કે ગુજરાતમાં કરોડો રૂપિયાના પતંગ બનાવવામાં આવે છે અને આ પતંગો ભારત સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. અમેરિકા કેનેડા અને મધ્ય એશિયાના ઘણા દેશોમાં ગુજરાતમાં બનેલા પતંગો જાય છે. (Express Photo)
પતંગનો 600 કરોડનો વેપાર તમને જણાવી દઈએ કે, બે દાયકા પહેલા ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર 8 થી 10 કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો 40 ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા 600 કરોડની આસપાસ છે અને લગભગ દોઢ લાખ જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે. (Express Photo: Nirmal Harindran)
પતંગ બનાવવાની પ્રક્રિયા પતંગની બનાવટ માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. (Express Photo)
ત્રણ-ત્રણ પેઢીથી પતંગ બનાવવાનું કામ અમદાવાદમાં અનેક પરિવાર વર્ષના નવ મહિના પતંગ બનાવે છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પતંગ બનાવવાનું કામ ત્રણ-ત્રણ પેઢીથી થાય છે. આ પરિવારો માત્ર ચોમાસાના ચાર મહિના જ કામગીરી બંધ રાખે છે. વર્ષ દરમિયાન પતંગ બનાવતા અનેક પરિવારોને રોજી પુરી પાડતો આ ગૃહઉદ્યોગ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળે છે. (Express Photo: Nirmal Harindran)
કોર્પોરેટ ઓફિસોમાં પતંગ-દોરીની ભેટ સમયની સાથે-સાથે કોર્પોરેટ ઓફિસોમાં પણ મકરસંક્રાતિની ઉજવણીઓ થાય છે આ દરમિયાન કોર્પોરેટ ઓફિસોમાં પોતાના કર્મચારીઓને કંપનીઓ પતંગ ફીરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઈઝ પતંગ પણ બજારમાં મળવા લાગ્યા છે. (Express Photo: Nirmal Harindran)
એક પતંગ બનાવવામાં કેટલો સમય લાગે એક પતંગ પાંચ કારીગર પાસે જાય પછી એ પતંગ તૈયાર થાય છે. એક સારી ક્વોલિટીનો પતંગ બનાવવામાં ઓછામાં ઓછી પાંચ મિનિટનો સમય લાગે છે. જો કે આ સમયમાં ફેરફાર પણ થાય છે. કારણ કે જો પતંગની સાઈઝ મોટી હોય તો તેને બનાવવામાં થોડો વધારે સમય લાગે છે. પતંગ બનાવવા માટે બટર પેપર, ટીસ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલીસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા માટે દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. (Express Photo: Nirmal Harindran)
આ વર્ષે પતંગના ભાવ મોંઘવારી વધતા પતંગ દોરીના ભાવમાં પણ વધારો થયો છે. હાલમાં માર્કેટમાં 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના પતંગો મળી રહ્યા છે. ત્યાં જ 3D કલરના પતંગ પણ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. જેમાં એક પતંગની કિંમત 500 થી 1000 પણ હોઈ શકે છે. હાલમાં નાના પતંગની શરૂઆતની કિંમત લગભગ 5 રૂપિયાથી શરૂ થાય છે. ત્યાં જ સારી ક્વોલિટીના એક કોડી પતંગ 150 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. (Express Photo: Nirmal Harindran)
ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વછ બને છે. જે ઈશ્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે. (Express Photo)
પતંગની શોધ ચીનમાં થઈ તમને જણાવી દઈએ કે, પતંગની શોધ ચીનમાં થઈ હતી. ત્યારબાદ પતંગને મુઘલો દિલ્હી અને ઉત્તર ભારતના શહેરો લઈને આવ્યા અને તેને શિયાળામાં પતંગ ચગાવવાનો શોખ બનાવ્યો હતો. પરંતુ આજે ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે અને અમદાવાદ અને સુરતમાં તેના સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. (Express Photo)