Rathyatra 2025: ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન, હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું કર્યું નિરીક્ષણ
Rathyatra 2025: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે.
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું હતું. રુટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોએ સ્વાગત કર્યું હતું. રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન કરાયું છે. જેમાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે. (તસવીર: સોશિયલ મીડિયા)
તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)