વરસાદના ઠંડક ભર્યા મોસમમાં મધ્ય પ્રદેશના આ 5 સ્થળોનો કરો પ્રવાસ, મન પ્રફુલિત થઇ જશે
Madhaya Pradesh Best Places Visit Monsoon : ચોમાસાની ઋતુમાં મધ્ય પ્રદેશમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વરસાદની ઋતુમાં મુલાકાત લેવાથી તમને અદભુત નજારો જોવા મળે છે. ચાલો જાણીએ ચોમાસામાં ફરવાલાયક મધ્ય પ્રદેશના 5 સ્થળો વિશે
Madhaya Pradesh Best Places Visit Monsoon : દેશભરમાં વરસાદની સિઝન શરુ થઇ ગઇ છે. વરસાદના દિવસોમાં પ્રવાસ કરવાની એક અલગ જ મજા હોય છે. જો આ દિવસોમાં પરિવાર સાથે પ્રવાસની અલગ મજા છે. ચોમાસાની ઋતુમાં મધ્ય પ્રદેશમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વરસાદની ઋતુમાં મુલાકાત લેવાથી તમને અદભુત નજારો જોવા મળે છે. ચાલો જાણીએ ચોમાસામાં ફરવાલાયક મધ્ય પ્રદેશના 5 સ્થળો વિશે. (તસવીર - સોશિયલ મીડિયા)
ભેડાઘાટ : જબલપુરમાં આવેલું ભેડાઘાટ તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ખડકો પર ઝડપથી પડતું પાણી દૂધના ઝરણા જેવી અનુભૂતિ કરાવે છે. આરસપહાણના પહાડો આ સ્થળની સુંદરતામાં વધુ વધારો કરે છે. અહીં આવીને તમે ચૌસઠ યોગિની, બંદરકુદની સહિત અન્ય ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. ચોમાસા દરમિયાન દેશભરના પ્રવાસીઓ ભેડાઘાટની સુંદરતા જોવા માટે આવે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
પચમઢી : મધ્યપ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન પચમઢી છે, ફરવા માટે એક ઉત્તમ પર્યટન સ્થળ છે. વરસાદમાં આ સ્થળની સુંદરતા ઘણી વધી જાય છે. ધોધ, જંગલો, ગુફાઓ અને ઐતિહાસિક સ્થળોથી ભરેલું પચમઢી તમને એક જબરજસ્ત અનુભૂતિ આપે છે. પચમઢીમાં જિપ્સી રાઈડ લેવા ઉપરાંત, લોકપ્રિય બી ફોલ, જટાશંકર, સનસેટ પોઈન્ટ સહિત ઘણી જગ્યાઓની મુલાકાત લઈ શકાય છે. (તસવીર - સોશિયલ મીડિયા)
અમરકંટક : અમરકંટક પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર સ્થળ છે. અહીંની સુંદરતા, નદી, પર્વત, ધોધ, હરિયાળી અને ઘણું બધું છે જે મનને મોહિત કરે છે. જો તમે ચોમાસા દરમિયાન એકદમ રમણીય સ્થળ બની જાય છે. નર્મદા નદી અરકંટકમાંથી જ નીકળે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ખજુરાહો : મધ્ય પ્રદેશમાં આવેલું ખજુરાહો ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. તે એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ છે અને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંનું કુદરતી સૌંદર્ય કોઈપણને આકર્ષિત કરી શકે છે. આ ઉપરાંત, પ્રવાસીઓ અહીં પ્રાચીન મંદિરો અને પશ્ચિમી મંદિરો જોવા માટે આવે છે. (તસવીર - સોશિયલ મીડિયા)
માંડુ : મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત માંડુ એક શાનદાર જોવાલાયક સ્થળ છે. ચોમાસા દરમિયાન આ સ્થળની સુંદરતા જોવા લાયક હોય છે. હરિયાળી અને વરસાદના ટીપાં વચ્ચે આ સ્થળનું કુદરતી સૌંદર્ય દરેક પ્રવાસીને આકર્ષે છે. આ પરિવાર સાથે મુલાકાત લેવા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે રાણી રૂપમતી મહેલ, રેવા કુંડ, જહાજ મહેલ અને અન્ય સ્થળો જોઈ શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)