PHOTOS: મહાશિવરાત્રી પર તલવાર, ગદા અને ત્રિશૂલ લહેરાવતા નિકળ્યા 10 હજાર નાગા સાધુ
Kashi Vishwanath Maha Shivratri Naga Sadhu: મહાદેવના નગર કાશીમાં મહાશિવરાત્રીના અવસરે ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. અહીં લગભગ 10 હજાર નાગા સાધુઓ પહોંચ્યા છે જે હવામાં તલવાર, ગદા અને ત્રિશૂલ લહેરાવતા નજરે પડી રહ્યા છે.
મહાશિવરાત્રીના અવસર પર દેશમાં આસ્થાનો સૈલાબ જોવા મળી રહ્યો છે. તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં પણ મહાશિવરાત્રીના અવસરે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. (તસવીર: સોશયલ મીડિયા)
મહાશિવરાત્રીના અવસર પર કાશી વિશ્વનાથના દર્શન માટે વારાણસીમાં લગભગ 10 હજાર નાગા સાધુઓ પહોંચ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ મેળાથી અલગ-અલગ અખાડાઓના સાધુ-સંતો અને સંન્યાસી મહાશિવરાત્રીના અવસરે કાશી આવ્યા છે. (તસવીર: સોશયલ મીડિયા)
આજે સવારથી જ અખાડાના સાધુ-સંતો અને સંન્યાસી બાબા વિશ્વનાથના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન નાગા સાધુ તલવાર, ગદા અને ત્રિશૂલ લહેરાવતા હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છે. (તસવીર: સોશયલ મીડિયા)
હાથમાં ગદા-ત્રિશૂલ, હાથી-ઘોડાની સવારી અને શરીર પર ભસ્મ-ફૂલોની માળા પહેરીને હર-હર મહાદેવના નારા લગાવતા કાશી વિશ્વનાથ મંદિર પહોંચી રહ્યા છે. (તસવીર: સોશયલ મીડિયા)
કાશી વિશ્વનાથ મંદિર સૌથી પહેલા જૂના અખાડાના નાગા સંન્યાસીઓ પહોંચ્યા હતા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદર ગિરિ પણ તેમની સાથે હતા. (તસવીર: સોશયલ મીડિયા)
કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન માટે લગભગ 3 કિલોનીટર લાંબી લાઈન લાગેલી છે. મહાશિવરાત્રી પર બાબા વિશ્વનાથનો વરરાજા માફક શ્રૃંગાર કરવામાં આવ્યો છે. હાલમાં મંદિરની આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ છે. ખાસ કરીને મૈદાગિન ચોકથી લઈને ગોદૌલિયા સુધી જામ થયેલો છે. (તસવીર: સોશયલ મીડિયા)
તમને જણાવી દઈએ કે, મહાકુંભમાં અંતિમ શાહી સ્નાન મહાશિવરાત્રી પર શૈન સંપ્રદાયથી નાગા સાધુ કાશી વિશ્વનાથના જળાભિષેક માટે વારાણસી આવે છે. (તસવીર: સોશયલ મીડિયા)
શોભાયાત્રા દરમિયાન ડમરૂ દળનો અવાજ અને હર હર મહાદેવનો જયકારથી આખો વિસ્તારો ગુંજી રહ્યો છે. આ શોભાયાત્રામાં શાહી રથ પર અખાડાના મહામંડલેશ્વર બેઠા છે અને કાશી વાસીઓ હર હર મહાદેવના જયઘોષથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. (તસવીર: સોશયલ મીડિયા)
કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના દર્શન માટે ગત રાતથી જ ભીડ છે. ખરેખરમાં મહાશિવરાત્રીના અવસરે ભોરમાં મંગળા આરતીના સમયે મહાદેવને અદભુત શ્રૃંગાર કરવામાં આવે છે. તેમને વરરાજા બનાવવામાં આવે છે. જેને જોવા માટે દર વર્ષે શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં આવે છે. (તસવીર: સોશયલ મીડિયા)