Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/monsoon-skin-care-tips-for-dry-skin.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Rainy-Season-Skin-problem.jpg)
વરસાદના દિવસોમાં ચહેરો સાફ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિવસમાં ઓછામાં ઓછો બે વાર ચહેરો સાફ કરવો જોઈએ. ચહેરો ધોવા માટે લીમડાનો ફેસ વોશ, ગ્રીન ટી ફેસ વોશ અને ટી ટ્રી ફેસ વોશનો ઉપયોગ કરવો ફાયદાકારક બની શકે છે. (તસવીર: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Rainy-Season-Skin-Care.jpg)
તમે ગુલાબજળથી ચહેરાની કુદરતી ચમક જાળવી શકો છો. ગુલાબજળ એક ટોનર છે જેનો વરસાદની ઋતુમાં ઉપયોગ કરવો સારો માનવામાં આવે છે. આ ઋતુમાં ચહેરા પર ફેસ ક્રીમને બદલે ગુલાબજળ લગાવવાની સલાહ આપવામાં આવે છે. (તસવીર: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Rainy-Season-Skin-Care-routine.jpg)
જો તમારી ત્વચા તૈલી હોય તો ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. જો આવું ન કરવામાં આવે તો ત્વચા પર આવતું વધારાનું તેલ ત્વચાની સમસ્યાઓ વધારી શકે છે. તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. (તસવીર: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/monsoon-Skin-care.jpg)
વરસાદની ઋતુમાં ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે હળવું ફેસ ઓઇલ પસંદ કરવું જોઈએ. આનાથી ખીલ અને ફોલ્લીની સમસ્યા દૂર થઈ શકે છે. તેથી હંમેશા લાઈટ ફેશ ઓઇલનો ઉપયોગ કરો. (તસવીર: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/monsoon-skincare-tips.jpg)
વરસાદની ઋતુમાં ત્વચામાં ખંજવાળ અને બળતરા ટાળવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો અને તેને હાઇડ્રેટ રાખી શકો છો. એલોવેરાના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો આ ઋતુમાં તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે ઇચ્છો તો એલોવેરાના પાન તોડીને તેની તાજા જેલ કાઢ્યા પછી તમે તેને સીધી ત્વચા પર લગાવી શકો છો અને 20-25 મિનિટ માટે છોડી શકો છો. બાદમાં તેને પાણીથી સાફ કરો. ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહેશે. (તસવીર: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us