Monsoon Trip: ચોમાસામાં આ 5 સ્થળો, જ્યાં માણો પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમનો સુંદર નજારો
Famous Places To Visit In Madhya Pradesh In Monsoon: ચોમાસાના વરસાદમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુંદર નજારો જોવો હોય તો મધ્યપ્રદેશના આ સ્થળોની મુલાકાત લેવી જોઇએ. આ સ્થળોની અદભુત કુદરતી સૌંદર્ય અને ઓછી ભીડ પ્રવાસીઓને શાંતિનો અનુભવ કરાવે છે.
મધ્યપ્રદેશમાં ફરવા લાયક સ્થળ ચોમાસાના વરસાદ બાદ કુદરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. ભારતમાં મોનસૂન ટ્રીપ માટે ઘણા સુંદર સ્થળો છે જ્યાં કુદરતી સુંદરતાનો અદભુત નજારો જોવા મળે છે. ગુજરાત નજીક પડોશી રાજ્ય મધ્યપ્રદેશ ભારતનું દિલ કહેવાય છે. મધ્યપ્રદેશમાં ચોમાસાના વરસાદની મજા સાથે રોમેન્ટિક ટુર માટે અહીં પ્રખ્યાત 5 સ્થળોની જાણકારી આપી છે. વરસાદમાં આ સ્થળોનો નજારો જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. (Photo: Madhya Pradesh Tourism)
માંડુ | Mandu મધ્યપ્રદેશના ધાર જીલ્લામં આવેલુ માંડુ ઐતિહાસિક સ્થાપત્ય, કુદરતી સૌંદર્ય અને પ્રેમ કહાણી માટે પ્રસિદ્ધ છે. માંડવગઢ નામ પ્રખ્યાત માંડુનું માહોલ ચોમાસાના વરસાદમાં આહલાદક થઇ જાય છે. દૂર દૂર સીધુ લીલાછમ પર્વત, કુદરતી ઝરણાં, ધુમ્મસ અને ઠંડી હવા માંડુ આવનાર પ્રવાસીઓને સુખદ અનુભવ આપે છે. (Photo: Madhya Pradesh Tourism)
ભેડાઘાટ | Bhedaghat આસરપહાણના પહાડ અને ખીણ અને ધુમ્મસવાળા ધોધ માટે પ્રખ્યાત ભેડાઘાટ મધ્યપ્રદેશની સંસ્કાર નગરી જબલપુરમાં આવેલુ છે. ઉંચા પહાડ પરથી નીચે પડતા નર્મદા નદીના જળ પ્રવાહનો અવાજ દૂર સુધી સંભળાય છે. ચોમાસાના વરસાદમાં જળ સ્તર વધતા ભેડાઘાટનો નજારો જોવાલાયક હોય છે. (Photo: Madhya Pradesh Tourism)
અમરકંટક | Amarkantak નર્મદા નદીનું ઉદગમ સ્થાન એટલે અમરકંટક. હરિયાળી અને ઓછી ભીડના લીધે આ તીર્થ સ્થાન પર મુલાકાતીઓ શાંતિનો અનુભવ કરે છે. ચોમાસાના વરસાદ બાદ અમરકંટક પહાડ પર ચારે બાજુ હરિયાળી, ઝરણાં અને ધુમ્મસનો નજારો જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. પ્રકૃતિનો મનોરમ્ય નજારો અમરકંટકના આધ્યાત્મિક રંગમાં વધારો કરે છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સુંદરતાનું સંગમ અમરકંટકમાં જોવા મળે છે. (Photo: Madhya Pradesh Tourism)
ખજુરાહો | Khajuraho મધ્યપ્રદેશનું ખજુરાહો યુનિસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. પ્રાચીન મંદિરોનું સુંદર શિલ્પ સ્થાપત્ય અને કોતરણી જોઇ મુલાકાતીઓ આશ્ચર્ય પામે છે. ઇતિહાસ પ્રેમીઓ માટે ખજુરાહો સ્વર્ગ સમાન છે. ચારે બાજુ હરિયાળી, બાગ બગીચા, સુંદર ફુવારા ખજુરાહોને આકર્ષક બનાવે છે. (Photo: Madhya Pradesh Tourism)