પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાતના પહેલા દિવસે, પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી.
પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેમની મુલાકાતના પહેલા દિવસે, પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. લોકો પીએમ મોદીના ફોટો, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો વિદેશી છોડાવો તથા વિકસિત ભારત વિકસિત ગુજરાતના બેનરો લઈ પીએમનું સ્વાગત કર્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)
પ્રધાનમંત્રી મોદી 25 ઓગસ્ટની સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી નરોડાથી નિકોલ વિસ્તાર સુધીના ત્રણ કિલોમીટર લાંબા રોડ શો કરી રહ્યા છે. રોડ શોના માર્ગમાં અને નિકોલના સ્થળે લગભગ એક લાખ લોકો હાજર હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાંથી તેઓ 5,477 કરોડ રૂપિયાના વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. (તસવીર: સોશિયલ મીડિયા)
પીએમ મોદીએ હરીદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ સુધી રોડ શો શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો પીએમની એક ઝલક જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
પીએમ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. જ્યાં ઘણી પરિયોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. (તસવીર: સોશિયલ મીડિયા)
પીએમ મોદીના આગમન પહેલાથી જ લોકો રોડની બાજૂમાં ઉભા રહી ગયા હતા અને હાથમાં બેનર લઈ તેમની રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદી જ્યારે રોડ શો શરૂ થયો ત્યારે લોકો મોદી-મોદીના નારા લગાવ્યા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)