Rann Utsav 2024: આજથી શરૂ થયો કચ્છનો ‘રણ ઉત્સવ’, જાણો ખાસિયત અને સમાપનની તારીખ
Rann Utsav 2024: ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે ઉજવાતો 'રણ ઉત્સવ' પોતાના ખાસ પ્રાકૃતિક સૌદર્ય અને સાંસ્કૃતિક ધરોહરના કારણે આખા દેશમાં પ્રસિદ્ધ છે. કચ્છના રણમાં યોજોતો આ ઉત્સવ દર વર્ષે શિયાળાની ઋતુમાં પૂનમની રાત્રે શરૂ થાય છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે ઉજવાતો 'રણ ઉત્સવ' પોતાના ખાસ પ્રાકૃતિક સૌદર્ય અને સાંસ્કૃતિક ધરોહરના કારણે આખા દેશમાં પ્રસિદ્ધ છે. કચ્છના રણમાં યોજોતો આ ઉત્સવ દર વર્ષે શિયાળાની ઋતુમાં પૂનમની રાત્રે શરૂ થાય છે. (Photo Source: Gujarat Tourism)
આ ઉત્સવ કચ્છના ભુજ શહેરથી શરૂ થાય છે અને પછી આખા કચ્છ જિલ્લામાં ફેલાઈને ભવ્ય સમાપન સાથે ભુજમાં જ સમાપ્ત થાય છે. આ વર્ષે રણ ઉત્સવ 11 નવેમ્બર 2024ના રોજ શરબ થઈને 15 માર્ચ 2025 સુધી ચાલશે. તો ચલો જાણીએ આ ઉત્સવની ખાસિયતો વિશે… (Photo Source: Gujarat Tourism/YouTube)
સફેદ રણ અનોખું આકર્ષણ: કચ્છનું રણ પતાની ચમકતી રેત માટે પ્રસિદ્ધ છે. આ રણની પ્રાકૃતિક સુંદરતા અનોખી છે. જ્યાં દૂર સુધી ફેલાયેલી રેતની સફેદ ચાદર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. સૂરજની રોશની જ્યારે સફેદ રણ પર પડે છે તો એક અદ્ભુત દ્રશ્ય ઉત્પન્ન થાય છે, ખાસ કરીને સૂર્યદય અને સૂર્યાસ્તના સમયે. (Photo Source: Gujarat Tourism)
રણ ઉત્સવની રંગીન છટા: દર વર્ષે યોજાતો રણ ઉત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને વિખેરે છે. અહીં સંસ્કૃતિ, કળા, સંગીત અને સ્થાનિક હસ્તશિલ્પનો એક અનોખો સંગમ જોવા મળે છે. આ ઉત્સવ કચ્છની પરંપરાઓને જીવંત કરે છે અને ભારતના વિવિધ ભાગોથી આવેલા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. (Photo Source: Gujarat Tourism)
લોક નૃત્ય અને સંગીતનો જાદુ: રણ ઉતસવ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના પારંપરિક લોક નૃત્ય અને સંગીતનો આનંદ માણએ છે. ગરબા, ઘૂમર અને ઢોલની ધૂન આ પર્વને વધુ ખાસ બનાવે છે. આ લોક નૃત્યોમાં લોકો રંગબેરંગી પરિધાનમાં તૈયાર થઇને ઉત્સવમાં સામેલ થાય છે. (Photo Source: Gujarat Tourism)
કેમ્પિંગનો શાનદાર અનુભવ: રણ ઉત્સવ દરમિયાન આલિશાન ટેંટમાં રહેવાનો અવસર પ્રવાસીઓને મળે છે. આ ટેંટ પ્રવાસીઓને રણની વચ્ચે એક શાનદાર કેમ્પિંગનો અનુભવ આપે છે. જ્યાં તેઓ રણની સુંદરતાનો ભરપુર આનંદ માણેછે. (Photo Source: Gujarat Tourism/YouTube)
ઊંટની સવારી: સફેદ રણની વચ્ચે ઊંટની સવારી અહીંનું પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર છે. ઊંટની સવારી દરમિયાન દૂર-દૂર સુધી ફેલાયેલ રણનો નજારો ખુબ જ અદ્ભૂત લાગે છે. (Photo Source: Gujarat Tourism/YouTube)
સ્થાનિક હસ્તશિલ્પનો આનંદ: કચ્છ પોતાની બાંધણી, એમ્બ્રોઈડરી અને માટીની કલાકૃતિઓ માટે પ્રસિદ્ધ છે. અહીંના બજારોમાં પ્રવાસીઓની વિભિન્ન વસ્તુઓ દેખવા અને ખરીદવા મળે છે. કચ્છના કલાકાર પોતાની અનોખી કલા અને કૌશલથી કપડા, આભૂષણો અને સજાવટની વસ્તુઓને જીવંત બનાવી નાંખે છે. (Photo Source: Gujarat Tourism/YouTube)
ગુજરાતી ભોજનનો સ્વાદ: રણ ઉત્સવમાં ગુજરાતી વ્યંજનોનો સ્વાદ લેવાનો પણ એક અલગ અનુભવ છે. ઢોકળા, થેપલા, ખાંડવી જેવા પારંપરિક વ્યંજન અહીના લોકોને મહેમાનગતીની ઝલક આપે છે. (Photo Source: Gujarat Tourism/YouTube)
સૂર્યોદય અને સૂર્યાસ્તનું અદ્ભૂત દ્રશ્ય: સફેદ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયનું દ્રશ્ય ખુબ જ સુંદર હોય છે. જ્યારે સૂરજની કિરણો સફેદ રણ પર પડે છે તો એક અનોખી ચમક ઉત્પન્ન થાય છે. જેને જોનારા હંમેશા માટે યાદ રાખે છે. (Photo Source: Gujarat Tourism/YouTube)
વન્યજીવન અને ફોટોગ્રાફી માટે સ્વર્ગ: કચ્છનું રણ જંગલી ગધેડાનું અભ્યારણ અને કેટલાક દુર્લભ પક્ષિઓનું પ્રાકૃતિક ઘર છે. આ વિસ્તારમાં પક્ષીપ્રેમી અને વન્યજીવનના પ્રેમીઓ અદ્ભૂત પ્રજાતિઓના દર્શન કરી શકે છે. રણ દર્શનની છટા, સફેદ રણ અને પારંપરિક પારિધાનોમાં સજેલા લોકો ફોટોગ્રાફરો માટે પણ સ્વર્ગ બનાવી નાંખે છે.(Photo Source: Gujarat Tourism/YouTube)