દેશના ઈતિહાસમાં સૌથી લાંબુ અને સૌથી ટૂંકું બજેટ ભાષણ કયા નાણામંત્રીના નામે છે?
Budget longest speech Record: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સતત આઠમી વખત લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. તેમણે આ વખતે લગભગ 1 કલાક અને 20 મિનિટનું ભાષણ આપ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી લાંબુ બજેટ ભાષણ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે? આવો જાણીએ તેના વિશે…
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું પૂર્ણ બજેટ છે. અગાઉ સરકારે 23 જુલાઈ 2024ના રોજ 2024ની લોકસભા ચૂંટણી પછી પ્રથમ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. (તસવીર: Indian Express)
સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે. સીતારમણનું કેન્દ્રીય બજેટ 2020-21 ભાષણ ભારતીય ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ બની ગયું છે. (તસવીર: Indian Express)
કેન્દ્રીય બજેટ 2020-2021 માં બજેટ ભાષણ સતત 2 કલાક 42 મિનિટ ચાલ્યું હતું. દરમિયાન તેમણે 2019-20 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે 2 કલાક અને 17 મિનિટનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. (તસવીર: Indian Express)
ત્યાં જ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ટૂંકું બજેટ ભાષણ 1977 માં હિરુભાઈ એમ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 800 શબ્દોનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. (તસવીર: Pixel)