બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે આ IPS, જાણો કેવી રીતે કરી પડદાથી પોલીસ વર્દી સુધીની સફર
IPS Officer Simala Prasad : IPS અધિકારી બનવું એ કોઈ પણ વ્યક્તિ માટે એક મોટું લક્ષ્ય છે, જેને હાંસલ કરવા માટે સખત સંઘર્ષ અને સમર્પણની જરૂર છે. એક IPS અધિકારીએ આ મુશ્કેલ માર્ગમાં માત્ર સફળતા જ હાંસલ કરી નથી, પરંતુ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી છે
IPS Officer Simala Prasad : UPSC પરીક્ષામાં પ્રવેશ મેળવવો અને IPS અધિકારીની તાલીમ પૂર્ણ કરવી એ દરેક માટે સરળ નથી. પરંતુ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની સિમાલા પ્રસાદે આ પડકારને પાર કર્યો એટલું જ નહીં બોલીવુડ ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી. (Photo Source: @simalaprasad/instagram)
IPS ઓફિસર માટે ફિલ્મોમાં કામ કરવું જેટલું અનોખું છે તેટલું તે પડકારજનક છે. ચાલો જાણીએ સિમાલા પ્રસાદના જીવનની આ રસપ્રદ સફર વિશે.(Photo Source: @simalaprasad/instagram)
ભોપાલમાં 8 ઓક્ટોબર 1980ના રોજ જન્મેલ સિમાલા પ્રસાદનો શરૂઆતથી જ કલા અને સાહિત્ય તરફ ઝુકાવ હતો. તેમના પિતા ડૉ. ભગીરથ પ્રસાદ 1975 બેચના IAS અધિકારી અને સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમની માતા મેહરુન્નિસા પરવેઝ પ્રખ્યાત લેખિકા છે.(Photo Source: @simalaprasad/instagram)
આ પછી સ્ટુડન્ટ્સ ફોર એક્સેલન્સ (IEHE)માંથી B.Com અને ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. પરીક્ષામાં ટોપ કરવા બદલ તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. (Photo Source: @simalaprasad/instagram)
અભ્યાસ પૂરો કર્યા પછી સિમલાએ મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસની પરીક્ષા પાસ કરી અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એટલે કે ડીએસપીનું પદ મેળવ્યું હતું. ડીએસપી તરીકે ફરજ બજાવવાની સાથે તેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. (Photo Source: @simalaprasad/instagram)
સ્વ-અભ્યાસ દ્વારા, કોઈપણ કોચિંગની મદદ વિના પ્રથમ પ્રયાસમાં જ અઘરી UPSC પરીક્ષા પાસ કરી અને 2010 બેચની IPS અધિકારી બની હતી. 51મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. ખાસ વાત એ છે કે સિમાલા સરકારી કર્મચારીઓના પરિવારમાંથી આવે છે. (Photo Source: @simalaprasad/instagram)
તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો IPS ઓફિસર બન્યા પછી સિમાલા ફિલ્મ નિર્દેશક જૈઘમ ઇમામને મળી હતી, જેમણે તેની સાદગી અને સુંદરતા જોઈને ફિલ્મ'અલિફ'માં રોલ ઓફર કર્યો હતો (Photo Source: @simalaprasad/instagram)
સિમાલાએ આ તકનો સ્વીકાર કર્યો અને તેની પ્રથમ ફિલ્મ 'અલિફ' 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આ પછી તેણે 2019માં આવેલી ફિલ્મ 'નક્કાશ'માં પણ કામ કર્યું હતું. (Photo Source: @simalaprasad/instagram)