બીજે મેડિકલ હોસ્ટેલની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા અને વિમાન ક્રેશ થયું, જુઓ તસવીરો
Plane Crash in BJ Medical Hostel Canteen: પ્લેન ક્રેશ થતા જ બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડીંગ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ત્યાં જ કેન્ટીનની અંદર સુધી વિમાનના કેટલાક ભાગો ઘૂસી ગયા હતા.
ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં ઘણા લોકોના માર્યા જવાની આશંકા છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. વિમાન બીજે મેડિકલ હોસ્ટેલના કેમ્પસ પર ક્રેશ થયું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)
એર ઈન્ડિયાનું વિમાન જે સમયે ક્રેશ થયું ત્યારે બીજે મેડિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કેન્ટીમાં જમી રહ્યા હતા. વિમાન ક્રેશ થતાની સાથે જ કેન્ટીનમાં જમવા બેસેલા મેડિકલના વિદ્યાર્થીઓમાં દોડભાગ મચી ગઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
વિમાન ક્રેશ થતા જ વિદ્યાર્થીઓ જમવાની થાળી છોડીને ભાગ્યા હતા. ત્યાં જ પ્લેન ક્રેશ થતા જ બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડીંગ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. ત્યાં જ કેન્ટીનની અંદર સુધી વિમાનના કેટલાક ભાગો ઘૂસી ગયા હતા. (તસવીર: સોશિયલ મીડિયા)
બીજે મેડિકલ કેમ્પસમાં આવેલી બિલ્ડીંગમાં વિમાનના કેટલાક ભાગોએ દિવાલો તોડી નાંખી હતી. ત્યાં જ વિમાનના અન્ય ભાગો ઈમારતની ઉપર ટકરાતા બિલ્ડીંગની અંદર આવેલી કેન્ટીન કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બીજે મેડિકલ કેમ્પસમાં લાગેલી આગ પર પાણીનો મારો કર્યો હતો. અને મેડિકલના વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. (તસવીર: સોશિયલ મીડિયા)
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદ ઘણા ડોક્ટર, પોલીસ કર્મચારી તેમજ ફાયર વિભાગના કર્મચારીઓએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. જેમાં એક કર્મચારી દ્વારા આગમાં હોમાયેલા એક પક્ષીને બચાવતા જોવા મળ્યા હતા. (Indian Express Photo)