કરોડોની સંપત્તિ અને સાયકલ પર સવારી, શ્રીધર વેમ્બુએ કેવી રીતે શરૂ કર્યું ZOHO? જાણો તેઓ કેટલું ભણેલા છે
Sridhar Vembu Lifestyle, Education and Net worth: શ્રીધર વેમ્બુ હજુ પણ ખૂબ જ સાદું જીવન જીવે છે. તેમની જીવનશૈલી એક સામાન્ય ગ્રામીણ જેવી છે. બંગલાને બદલે તેઓ ગામમાં એક નાના ઘરમાં રહે છે. તેઓ હજુ પણ લક્ઝરી કારને બદલે સાયકલ ચલાવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમણે તેમના ઇમેઇલ પ્લેટફોર્મને Gmail થી Zoho Mail પર સ્વિચ કર્યું છે. ભવિષ્યના તમામ સરકારી અને સત્તાવાર ઇમેઇલ હવે આ નવા ID પર મોકલવામાં આવશે. તો ચાલો Zoho ના સ્થાપક વિશે જાણીએ: (Photo: Indian Express)
કંપનીનું મૂલ્યાંકન Zoho ની સ્થાપના શ્રીધર વેમ્બુ દ્વારા 28 વર્ષની ઉંમરે કરવામાં આવી હતી. કંપનીનું મૂલ્ય 12.4 બિલિયન અમેરિકન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં રૂપાંતરિત થાય છે, જે આશરે ₹1.03 લાખ કરોડ થાય છે. (Photo: Sridhar Vembu/X)
શું કરે છે કંપની શ્રીધર વેમ્બુને આ કંપની બનાવવા માટે કોઈ પાસેથી એક પણ રૂપિયો ભંડોળ લીધુ નથી. Zoho કોર્પોરેશન એક ભારતીય બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની છે જે ક્લાઉડ-આધારિત બિઝનેસ સોફ્ટવેર બનાવે છે. (Photo: Indian Express)
પહેલા અલગ નામ હતું જ્યારે શ્રીધર વેમ્બુએ 1996 માં આ કંપની શરૂ કરી ત્યારે તેનું નામ AdventNet, Inc. રાખવામાં આવ્યું હતું. જોકે 2009 માં નામ બદલીને ઝોહો કોર્પોરેશન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં કંપનીએ નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર વિકસાવ્યું હતું. ધીમે-ધીમે કંપનીએ નાના અને મધ્યમ કદના વ્યવસાયો (SMBs) માટે સોફ્ટવેર ઉત્પાદનો વિકસાવવાનું શરૂ કર્યું. (Photo: Sridhar Vembu/X)
ચર્ચામાં છે આ મેસેજિંગ એપ વોટ્સએપની જેમ, ઝોહોએ એક મેસેજિંગ એપ Arattai લોન્ચ કરી છે, જે હાલમાં ચર્ચામાં છે. આનંદ મહિન્દ્રાએ પણ આ એપનો ઉપયોગ કર્યો છે. કંપનીએ Ulla નામનું બ્રાઉઝર પણ વિકસાવ્યું છે, જે યુઝર્સની ગોપનીયતા પર ભાર આપે છે. (Photo: Indian Express)
તેમણે ક્યાં અભ્યાસ કર્યો અને કેટલા શિક્ષિત છે? શ્રીધર વેમ્બુ ખૂબ જ સરળ જીવન જીવે છે. તમિલનાડુના તંજાવુર જિલ્લાના એક નાના ગામમાં જન્મેલા, શ્રીધર વેમ્બુએ IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને US ની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી PhD ની ડિગ્રી મેળવી છે. (Photo: Sridhar Vembu/X)
તેમણે પોતાની કંપની ક્યારે શરૂ કરી? અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ 1994 માં ક્વોલકોમમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે જોડાયા. જોકે બે વર્ષ પછી તેઓ નોકરી છોડીને ભારત પાછા ફર્યા. ત્યારબાદ તેમણે તેમના પરિવાર અને મિત્રો સાથે એડવેન્ટનેટ નામની કંપની શરૂ કરી. ઝોહો પાસે હાલમાં 50 થી વધુ ઉત્પાદનો છે અને તે માઇક્રોસોફ્ટ અને ગુગલને ટક્કર આપે છે. ઝોહો ઉત્પાદનોનો ઉપયોગ વિશ્વભરના 180 દેશોમાં થાય છે. (Photo: Sridhar Vembu/X)
આવી છે તેમની જીવનશૈલી શ્રીધર વેમ્બુ હજુ પણ ખૂબ જ સાદું જીવન જીવે છે. તેમની જીવનશૈલી એક સામાન્ય ગ્રામીણ જેવી છે. બંગલાને બદલે તેઓ ગામમાં એક નાના ઘરમાં રહે છે. તેઓ હજુ પણ લક્ઝરી કારને બદલે સાયકલ ચલાવે છે. (Photo: Sridhar Vembu/X)