ICC T20i Cricketer Of The Year: આઈસીસી ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ચાર ખેલાડીઓના નામ સામેલ છે. જેમાં ભારતનો એક, ઓસ્ટ્રેલિયાનો એક, પાકિસ્તાનનો એક અને ઝિમ્બાબ્વેનો એક ખેલાડી સામેલ છે. આ તમામ ખેલાડીઓએ આ વર્ષે ટી-20 ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહ્યા છે. આ ચાર ખેલાડીઓ માટે વર્ષ 2024 શાનદાર રહ્યું છે.
અર્શદીપ સિંહનું નામ
ટીમ ઈન્ડિયાના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ પણ ICC ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર માટે નામાંકિત ખેલાડીઓની યાદીમાં સામેલ છે. અર્શદીપ સિંહ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે ટી-20 ક્રિકેટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024માં પણ અર્શદીપનું પ્રદર્શન સારું રહ્યું હતું. આ વર્ષે અર્શદીપે 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે 36 વિકેટ ઝડપી હતી.
આ ખેલાડીઓના નામ યાદીમાં સામેલ છે
- અર્શદીપ સિંહ-(ભારત)
- બાબર આઝમ-(પાકિસ્તાન)
- ટ્રેવિસ હેડ-(ઓસ્ટ્રેલિયા)
- સિકંદર રઝા-(ઝિમ્બાબ્વે)
ટ્રેવિસ હેડએ કર્યો ધડાકો
ટ્રેવિસ હેડ માટે પણ આ કેલેન્ડર વર્ષ શાનદાર રહ્યું છે. આ વર્ષે હેડે 15 ટી-20 મેચ રમી જેમાં તેણે બેટિંગ કરતા 539 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેડની સર્વશ્રેષ્ઠ ઈનિંગ 80 રનની હતી. આ સમયગાળા દરમિયાન હેડનો સ્ટ્રાઇક રેટ 178.47 હતો.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ઝડપી 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર
સિકંદર રઝાનું તોફાન આવ્યું
ઝિમ્બાબ્વેના વિસ્ફોટક બેટ્સમેન સિકંદર રઝા માટે પણ કેલેન્ડર વર્ષ શાનદાર રહ્યું. આ વર્ષે રઝાએ 24 મેચમાં બેટિંગ કરતા 573 રન બનાવ્યા હતા. જેમાં તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ અણનમ 133 રનની હતી. આ સિવાય રઝાએ બોલિંગ દરમિયાન 24 વિકેટ પણ લીધી હતી.
બાબર આઝમ
આ વખતે બાબર આઝમે એક કેલેન્ડર વર્ષમાં 24 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 738 રન આવ્યા હતા. આ દરમિયાન બાબરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ 75 રનની અણનમ રહી હતી.





