IND vs SL: અભિષેક આ એશિયા કપમાં 300 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન, બાબર, ફિન્ચ અને જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો

શ્રીલંકા સામેની તેની 61 રનની ઇનિંગ સાથે અભિષેકે એરોન ફિન્ચ, બાબર આઝમ અને મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડી નાંખ્યો, તે ટી-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

Written by Rakesh Parmar
September 26, 2025 22:22 IST
IND vs SL: અભિષેક આ એશિયા કપમાં 300 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન, બાબર, ફિન્ચ અને જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો
અભિષેક શર્માએ આ એશિયા કપમાં અત્યાર સુધી રમાયેલી છ મેચમાં કુલ 309 રન બનાવ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)

IND vs SL: અભિષેક શર્માનું શાનદાર ફોર્મ સુપર 4 મેચમાં શ્રીલંકા વિરૂદ્ધ પણ યથાવત રહ્યું, જ્યાં તેણે 22 બોલમાં અડધી સદી ફટકારી અને 61 રનની શાનદાર ઇનિંગ રમી. આ ઇનિંગ સાથે અભિષેક શર્મા એશિયા કપ 2025માં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

શ્રીલંકા સામેની તેની 61 રનની ઇનિંગ સાથે અભિષેકે એરોન ફિન્ચ, બાબર આઝમ અને મહેલા જયવર્ધનેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, જેનાથી તે ટી-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જોકે વિરાટ કોહલી હજુ પણ ટોચના સ્થાને યથાલત છે.

ટી-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન

  • 319 રન – વિરાટ કોહલી (T20 વર્લ્ડ કપ 2014)
  • 317 રન – તિલકરત્ને દિલશાન (T20 વર્લ્ડ કપ 2009)
  • 309 રન – અભિષેક શર્મા (એશિયા કપ 2025)
  • 306 રન – એરોન ફિન્ચ (ઝિમ્બાબ્વે T20 ટ્રાઇ-સિરીઝ 2018)
  • 303 રન – બાબર આઝમ (T20 વર્લ્ડ કપ 2021)
  • 302 રન – મહેલા જયવર્ધને (T20 વર્લ્ડ કપ 2010)

અભિષેકે ફિન્ચ, બાબર અને જયવર્ધનેનો રેકોર્ડ તોડ્યો

અભિષેક શર્માએ આ એશિયા કપમાં અત્યાર સુધી રમાયેલી છ મેચમાં કુલ 309 રન બનાવ્યા છે. આ સાથે તે ટી-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, એરોન ફિન્ચ, બાબર આઝમ અને મહેલા જયવર્ધનેને પાછળ છોડી દીધા છે. ફિન્ચે 2018 માં ટી-20 ટુર્નામેન્ટમાં 306 રન બનાવ્યા હતા, જ્યારે બાબરે 2021 માં 303 રન બનાવ્યા હતા, અને જયવર્ધને 2010 માં 302 રન બનાવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ