Ranji Trophy 2022-23: ગોવા માટે રમતા અર્જૂન તેંડુલકરે (Arjun Tendulkar)રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી દીધી છે. આ સદી સાથે સારા તેંડુલકરે (Sara Tendulkar)ભાઇ માટે ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ સ્ટોરી શેર કરી છે. સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે તમારી મહેનત અને ધીરજનું ઇનામ તમને મળી રહ્યું છે. અર્જૂને રાજસ્થાન સામે 120 રનની ઇનિંગ્સ રમી હતી.
સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટોરી (Sara Tendulkar shared the story on Instagram)
ડેબ્યૂ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમ્યા પછી અર્જૂન તેંડુલકરની પ્રશંસા થઇ રહી છે. આ પછી અર્જૂનની બહેન સારાએ ઇન્સ્ટાગ્રામ પર અર્જૂન તેંડુલકરના ડેબ્યૂ સદીની પ્રશંસા કરી છે. તેણે લખ્યું કે તમારી ધીરજ અને મહેનતનું ઇનામ તમને મળી રહ્યું છે. આ તો બસ શરૂઆત છે. તમારી બહેન હોવા પર મને ગર્વ છે. રાજસ્થાન સામે સદી ફટકાર્યા પછી અર્જૂનેની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. અર્જૂન ગોવા તરફથી રમતા પહેલા ઘરેલું ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતો હતો. જ્યાં તેને વધારે તક મળી ન હતી.
આ પણ વાંચો – રણજી ટ્રોફીમાં અર્જૂન તેંડુલકરની ધમાકેદાર શરૂઆત, પિતા સચિનની જેમ ડેબ્યૂમાં ફટકારી સદી
1988માં સચિને રણજીમાં ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી
વર્ષ 1988માં સચિન તેંડુલકરે ગુજરાત સામે મુંબઈ તરફથી રમતા રણજી ટ્રોફી ડેબ્યૂ મેચમાં 15 વર્ષની ઉંમરમાં સદી ફટકારી હતી. 34 વર્ષ પછી હવે સચિનના પુત્ર અર્જૂને રણજીમાં ડેબ્યૂ મેચમાં સદી ફટકારી છે. આ વર્ષની શરૂઆતમાં વધારે તક ના મળતા અર્જૂને મુંબઈ ક્રિકેટ સાથે છેડો ફાડી ગોવા તરફથી રમવાનો નિર્ણય કર્યો હતો. અર્જૂનને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો છે. છેલ્લા બે વર્ષથી તે મુંબઈ ઇન્ડિયન્સનો સભ્ય છે પણ તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી.
રાજસ્થાન અને ગોવા વચ્ચે રમાય રહેલી રણજી ટ્રોફીની મેચમાં અર્જૂન તેંડુલકર 201 રનમાં 5 વિકેટ પડી ગયા પછી મેદાનમાં ઉતર્યો હતો. અર્જૂન તેંડુલકરે 12 ફોર અને 2 સિક્સરની મદદથી 120 રન પુરા કર્યા હતા.