/indian-express-gujarati/media/media_files/2026/03/05/arjun-tendulkar-saaniya-chandhok-wedding-2026-03-05-14-34-45.jpg)
અર્જુન તેંડુલકર સાનિયા ચાંડોક સાથે લગ્નના બંધનમાં બંધાયો છે Photograph: (@cricketaakash)
Arjun Tendulkar Saaniya Chandhok Wedding : સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. અર્જુને 5 માર્ચે મુંબઈમાં તેની ફિયાન્સ સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન અને સાનિયાના લગ્નમાં ઘણા સ્ટાર્સ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહ માટે મહેમાનોમાં ક્રિકેટથી લઈને મનોરંજન જગત સુધીની હસ્તીઓનો સમાવેશ થાય છે.
વાયરલ થઈ રહેલા આ લગ્નના વીડિયોમાં અર્જુન સાનિયાને હાર પહેરતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તેણે સાનિયાને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. અર્જુનના પિતા સચિન તેંડુલકર અને માતા પ્રિયા તેંડુલકર પણ ત્યાં ઉભા જોવા મળ્યા હતા. બંને તેમના પુત્ર અને પુત્રવધૂ પર ફૂલોની વર્ષા કરતા જોવા મળ્યા હતા. અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકનું પ્રી-વેડિંગ ફંક્શન 27 ફેબ્રુઆરીએ ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારના આંગણે થયું હતું
VIDEO | Mumbai: Arjun Tendulkar and Saaniya Chandhok tie the knot in a grand ceremony held at The St. Regis Hotel.#arjuntendulkar
— Press Trust of India (@PTI_News) March 5, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/7nvpSBBa9Z
સાનિયા ચાંડોક અર્જુન કરતા એક વર્ષ મોટી
અર્જુન અને સાનિયા ચાંડોકે ઓગસ્ટ 2025 માં સગાઈ કરી હતી. અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચાંડોક તેનાથી એક વર્ષ મોટી છે. અર્જુન તેંડુલકરનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ થયો હતો, જ્યારે સાનિયા ચાંડોકનો જન્મ 23 જૂન 1998ના રોજ થયો હતો. અર્જુનના પિતા સચિન તેંડુલકરે પણ મોટી અંજલિ તેંડુલકર સાથે લગ્ન કર્યા હતા. સચિન અને અંજલિ વચ્ચે ઉંમરનો 5 વર્ષનો તફાવત છે. સચિન તેંડુલકરે 24 મે 1995ના રોજ લગ્ન કર્યા હતા.
#WATCH | Mumbai: Former Indian captain Rahul Dravid, along with his wife Vijeta Pendharkar, arrives to attend the wedding ceremony of Arjun Tendulkar and Saaniya Chandhok pic.twitter.com/MRaBmjsAPa
— ANI (@ANI) March 5, 2026
આ પણ વાંચો - ફિન એલનની રેકોર્ડ બ્રેક 33 બોલમાં સદી, ન્યૂઝીલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ
અર્જુન તેંડુલકર લખનઉ તરફથી રમશે
સાનિયા એક સફળ ઉદ્યોગસાહસિક છે અને પરિવારનો બેકગ્રાઉન્ડ ઘણો સારો છે. તે મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી છે અને અહેવાલો અનુસાર તે લાંબા સમયથી તેંડુલકર પરિવારની ખૂબ નજીક છે. બીજી તરફ અર્જુન તેંડુલકર સફળ ક્રિકેટર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઓલરાઉન્ડર અર્જુન ડોમેસ્ટિક લેવલ પર ગોવા તરફથી રમી રહ્યો છે, જ્યારે આઈપીએલ 2026માં તે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે.
આ લગ્નમાં ઘણા સેલિબ્રિટી હાજર રહ્યા
અર્જુન તેંડુલકર સાનિયા ચાંડોકના લગ્નમાં ધોની તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર પણ લગ્નમાં પત્ની સાથે જોવા મળ્યા હતા. આ સિવાય સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, વીરેન્દ્ર સહેવાગ, યુસુફ પઠાણ, હરભજન સિંહ, પાર્થિવ પટેલ, પૃથ્વી શો, આઈસીસી ચેરમેન જય શાહ, અજીત અગરકર પણ હાજર રહ્યા હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us