SA vs NZ 1st Semi Final T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026, ફિન એલનની રેકોર્ડ બ્રેક 33 બોલમાં સદી, ન્યૂઝીલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ

T20 World Cup 2026 South Africa vs New Zealand 1st Semi Final Score : ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય. ફિન એલને 33 બોલમાં સદી ફટકારી ટી 20 વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સદી ફટકરાવાનો રેકોર્ડ બનાવ્યો

T20 World Cup 2026 South Africa vs New Zealand 1st Semi Final Score : ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય. ફિન એલને 33 બોલમાં સદી ફટકારી ટી 20 વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સદી ફટકરાવાનો રેકોર્ડ બનાવ્યો

author-image
Ashish Goyal
New Update
South Africa vs New Zealand 1st Semi Final Live Score | SA vs NZ Live Score | Live Score South Africa vs New Zealand

South Africa vs New Zealand 1st Semi Final T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ પ્રથમ સેમિ ફાઇનલ મેચ અપડેટ્સ

T20 World Cup 2026, South Africa vs New Zealand 1st Semi Final Cricket Score Updates : ન્યૂઝીલેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફિન એલનની રેકોર્ડ બ્રેક સદી અને ટીમ સીફર્ટના 58 રનની મદદથી ન્યૂઝીલેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. 

Advertisment

ફિન એલને 33 બોલમાં સદી ફટકારી ટી 20 વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ સદી ફટકરાવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો છે. ગેઇલે 2016માં ઇંગ્લેન્ડ સામે 47 બોલમાં સદી ફટકારી હતી. ફિન એલને 33 બોલમાં 10 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 100 રન ફટકાર્યા હતા.

ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ

-રચિન રવિન્દ્ર 11 બોલમાં 2 ફોર સાથે અણનમ 13 રન.

-ફિન એલનના 33 બોલમાં 10 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 100 રન.

-ટીમ સીફર્ટ 33 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 58 રને રબાડાની ઓવરમાં બોલ્ડ થયો.

-ફિન એલને 19 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ન્યૂઝીલેન્ડે 7.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ટીમ સીફર્ટ 28 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ન્યૂઝીલેન્ડે 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-માર્કો જેન્સેનના 30 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 55 રન.

-કોર્બિન બોશ 3 બોલમાં 2 રને અને રબાડા ખાતું ખોલાયા વિના મેટ હેનરીનો શિકાર બન્યા.

Advertisment

-ટ્રિસ્ટન સ્ટબ્સ 24 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 29 રને ફર્ગ્યુશનની ઓવરમાં બોલ્ડ થયો.

-માર્કો જેન્સેને 27 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડેવાલ્ડ બ્રેવિસ 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 34 રને નીશમની ઓવરમાં કેચ આઉટ.

-ડેવિડ મિલર 6 બોલમાં 6 રને કેચ આઉટ થયો.

-એડન માર્કરામ 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રને રચિન રવિન્દ્રની ઓવરમાં કેચ આઉટ.

-રેયાન રિકલ્ટન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના કોલે મેકકોન્ચીનો બીજો શિકાર બન્યો.

-ક્વિન્ટોન ડી કોક 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 10 રને કોલે મેકકોન્ચીની ઓવરમાં આઉટ.

-ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી સેમિફાઇનલ, જાણો કઇ ટીમનો છે દબદબો

બન્ને ટીમો આ પ્રમાણે છે

ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કોલે મેકકોન્ચી, જેમ્સ નીશમ, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

દક્ષિણ આફ્રિકા : એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગીડી.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પોર્ટ્સ