ટી 20 વર્લ્ડ કપ 2026 : આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી સેમિફાઇનલ, જાણો કઇ ટીમનો છે દબદબો

T20 World Cup 2026 India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટી 20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે આ સતત ત્રીજી સેમિ ફાઈનલ છે

T20 World Cup 2026 India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટી 20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે આ સતત ત્રીજી સેમિ ફાઈનલ છે

author-image
Ashish Goyal
New Update
ind vs eng head to head record

T20 World Cup 2026 India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે રમાશે

T20 World Cup 2026 India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો બંને ટીમોના ઈતિહાસની વાત કરીએ તો ટી 20 વર્લ્ડ કપમાં  બન્ને વચ્ચે આ સતત ત્રીજી સેમિ ફાઈનલ છે. ભારત અને ઇંગ્લેન્ડ બે વખત વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાયા છે. એટલે કે અત્યાર સુધીમાં બંને ટીમો કુલ 4 આઇસીસી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ટકરાઇ ચૂકી છે.

Advertisment

ખાસ વાત એ છે કે આ રેકોર્ડ સરખો છે. કારણ કે બે વખત ભારત સેમિ ફાઈનલમાં જીતી ચૂક્યું છે. જ્યારે  બે વખત પરાજય થયો છે. વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં એક વખત અને ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું છે. જ્યારે ભારતે વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં એક વખત અને ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં એક વખત બ્રિટિશરોને હરાવ્યા છે. આવી સ્થિતિમાં ભારત માટે અંગ્રેજોનો પડકાર આસાન રહેશે નહીં.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ ક્યારે-ક્યારે રમાઈ?

1983 વન ડે વર્લ્ડ કપ 

આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતે સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

1987 વન ડે વર્લ્ડ કપ

આ સેમિફાઇનલ મેચમાં ગ્રેહામ ગૂચના સ્વીપ શોટ્સ સૌથી વધુ પ્રખ્યાત હતા. આ મેચમાં ભારતીય ટીમના બોલરો ગૂચની બેટીંગ સામે ચાલ્યા ન હતા. ઇંગ્લેન્ડે ભારતને આ સેમિ ફાઈનલ મેચમાં 35 રનથી હરાવીને 1983ની હારનો બદલો લીધો હતો. પરંતુ ઈંગ્લિશ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી અને વર્લ્ડ ચેમ્પિયન બની શકી ન હતી.

Advertisment

2022 ટી 20 વર્લ્ડ કપ

ટી 20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચમાં ઈંગ્લિશ ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સે ભારતીય બોલરોની જે ક્લાસ લીધી હતી તે ટીમ ક્યારેય ભૂલી શકશે નહીં. કારણ કે 169 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડે 16 ઓવરમાં મેળવી લીધો હતો અને મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026 : સૌથી વધારે રન બનાવનાર અને વિકેટ ઝડપનાર ટોપ 5 પ્લેયર, બે ભારતીય સામેલ

2024 ટી 20 વર્લ્ડ કપ

ટી 20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ  ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં અંગ્રેજો સામે છેલ્લા વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. આ સેમિ ફાઈનલ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જે પછી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટી20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું.

ભારત-ઇંગ્લેન્ડ ટી-20 વર્લ્ડ કપમાં હેડ ટુ હેડ રેકોર્ડ

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ વખત આમને-સામને આવી ચૂક્યા છે. ભારતનો ત્રણ મેચમાં વિજય થયો છે જ્યારે ઇંગ્લિશ ટીમનો બે વખત વિજય થયો છે. 2007ના વર્લ્ડ કપથી આ સિલસિલો તે મેચથી થયો હતો જેમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. જે પછી ઇંગ્લેન્ડે 2009ના વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. ત્યાર બાદ 2012માં ભારતે ઇંગ્લેન્ડને 90 રનથી હરાવ્યું હતું. જે પછી 2022ની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડે અને 2024ની સેમિ ફાઈનલમાં ભારતે જીત મેળવી હતી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ T20 વર્લ્ડ કપ