New Update
/indian-express-gujarati/media/media_files/2026/01/21/t20-world-cup-2026-2026-01-21-18-59-16.jpg)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે Photograph: (@JayShah)
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ કપની સેમિ ફાઇનલની ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. જેમાં ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.
Advertisment
4 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ કોલકાતામાં રમાશે. જ્યારે 5 માર્ચે બીજી સેમિ ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં રમાશે. આ દરમિયાન અહીં ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન, સૌથી વધારે વિકેટ અને સૌથી વધારે સિક્સર ફટકારનાર પ્લેયર વિશે જણાવી રહ્યા છીએ.
સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 બેટ્સમેન
- સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન) - 383 રન
- બ્રાયન બેનેટ્ટ (ઝિમ્બાબ્વે) - 292 રન
- એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) - 268 રન
- શિમરોન હેટમાયર (વેસ્ટ ઇન્ડીઝ) - 248 રન
- સૂર્યકુમાર યાદવ (ભારત) - 231 રન
સૌથી વધારે વિકેટ ઝડપનાર ટોપ 5 બોલર
- વાન શાલ્કવિક (અમેરિકા) - 13 વિકેટ
- મુઝારબાની (ઝિમ્બાબ્વે) - 13 વિકેટ
- લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા) - 12 વિકેટ
- વરુણ ચક્રવર્તી (ભારત) - 12 વિકેટ
- કોર્બિન બોશ (દક્ષિણ આફ્રિકા) - 11 વિકેટ
Advertisment
આ પણ વાંચો - ઇરાન ઇઝરાયેલ સંઘર્ષની ટી 20 વર્લ્ડ કપ પર અસર, ખેલાડીઓને સુરક્ષિત ઘર મોકલવાની વ્યવસ્થા કરી રહ્યું છે આઈસીસી
સૌથી વધારે સિક્સર ફટકારનાર ટોપ 5 પ્લેયર
- શિમરોન હેટમાયર (વેસ્ટ ઇન્ડીઝ) - 19 સિક્સર
- સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન) - 18 સિક્સર
- દાશુન શનાકા (શ્રીલંકા) - 15 સિક્સર
- રેયાન રિકલ્ટન (દક્ષિણ આફ્રિકા) - 15 સિક્સર
- જેસોન હોલ્ડર (વેસ્ટ ઇન્ડીઝ) - 13 સિક્સર
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us