જો રુટે 5 વર્ષમાં ફટકારી 24 સદી, પોન્ટિંગની બરાબરી કરી, હવે સચિનનો રેકોર્ડ તોડવા આટલી સદીની જરુર

Joe Root 41st Ttest Hundred : ઇંગ્લેન્ડના દિગ્ગજ જો રુટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની પાંચ ટેસ્ટમાં મેચના બીજા દિવસે સોમવારે કારકિર્દીની 41મી સદી ફટકારી હતી. જો રુટે આ ટેસ્ટમાં 242 બોલમાં 15 ફોર સાથે 160 રન બનાવ્યા હતા

Joe Root 41st Ttest Hundred : ઇંગ્લેન્ડના દિગ્ગજ જો રુટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની પાંચ ટેસ્ટમાં મેચના બીજા દિવસે સોમવારે કારકિર્દીની 41મી સદી ફટકારી હતી. જો રુટે આ ટેસ્ટમાં 242 બોલમાં 15 ફોર સાથે 160 રન બનાવ્યા હતા

author-image
Ashish Goyal
New Update
joe root

જો રુટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની પાંચ ટેસ્ટમાં સદી ફટકારી. Photograph: (@englandcricket)

Joe Root 41st Ttest Hundred : ઇંગ્લેન્ડના દિગ્ગજ જો રુટે ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીની પાંચ ટેસ્ટમાં મેચના બીજા દિવસે સોમવારે  કારકિર્દીની  41મી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાની બાબતમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી કરી લીધી હતી. રુટે 2021થી લઈને છેલ્લા 5 વર્ષમાં 24 સદી ફટકારી છે.

Advertisment

હવે રુટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના 51 સદીના રેકોર્ડથી માત્ર 10 સદી દૂર છે. હાલમાં તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને  છે. સાઉથ આફ્રિકાનો લેજન્ડરી ખેલાડી જેક કાલિસ બીજા ક્રમે છે. તેણે 45 સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી

51 - સચિન તેંડુલકર 
45 - જેક કાલિસ
41 - રિકી પોન્ટિંગ
41 - જો રૂટ
38 - કુમાર સંગાકારા

2021 પછી ટેસ્ટમાં સૌથી વધુ સદી

24 - જો રૂટ
10 - સ્ટીવન સ્મિથ
10 - કેન વિલિયમસન 
10 - હેરી બ્રુક 
10 - શુભમન ગિલ

Advertisment

ઓસ્ટ્રેલિયામાં રુટની બીજી સદી

રુટની આ વર્તમાન એશિઝ શ્રેણી અને ઓસ્ટ્રેલિયામાં આ બીજી સદી છે. રુટે 60મી ઓવરના પહેલા બોલ પર 2 રન સાથે 146 બોલમાં સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 11 ફોર ફટકારી હતી. જો રુટે આ ટેસ્ટમાં 242 બોલમાં 15 ફોર સાથે 160 રન બનાવ્યા હતા. અગાઉ તેણે બ્રિસબેનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. તે ટ્રેવિસ હેડ પછી આ શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારવામાં બીજા ક્રમે છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાની 68 બોલમાં સદી, એક ઓવરમાં 5 સિક્સર સાથે 34 રન ફટકાર્યા

હેરી બ્રુક સદી ચૂક્યો

હેરી બ્રુક સદી ચૂકી ગયો હતો. તેણે 97 બોલમાં 84 રન કર્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સ ખાતું ખોલાવી શક્યો ન હતો. જેમી સ્મિથે 46 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 384 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 166 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડ 91 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ