/indian-express-gujarati/media/media_files/2026/01/03/hardik-pandya-2026-01-03-16-24-21.jpg)
હાર્દિક પંડ્યાએ 68 બોલમાં સદી પૂરી કરી હતી Photograph: (સોશિયલ મીડિયા)
Vijay Hazare Trophy 2025: ટી 20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હાર્દિકે વિજય હઝારે ટ્રોફીના આ સિઝનના પાંચમા તબક્કામાં વિદર્ભ સામે ઝંઝાવાતી બેટીંગ કરી હતી અને ઓવરમાં સતત 5 સિક્સર અને એક ફોર ફટકારીને સદી પુરી કરી હતી, જ્યારે દેવદત્ત પડિક્કલે પણ તેની સદી પુરી કરી હતી.
હાર્દિક પંડ્યાએ 68 બોલમાં સદી પૂરી કરી હતી
હાર્દિક પંડ્યાએ વિદર્ભ સામે 68 બોલમાં સદી પુરી કરી હતી. તેણે એક જ ઓવરમાં સળંગ 5 સિક્સર અને એક ફોર એટલે કે 6 બોલમાં 34 રન ફટકારીને સદી પુરી કરી હતી. વિદર્ભ સામે હાર્દિકે આ મેચમાં 92 બોલમાં 11 સિક્સર અને 8 ફોરની મદદથી 133 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન હાર્દિકનો સ્ટ્રાઇક રેટ 144.57 હતો. હાર્દિકની ઈનિંગના આધારે બરોડાએ 50 ઓવરમાં 9 વિકેટે 293 રન બનાવ્યા હતા.
દેવદત્ત પડિક્કલે ફટકારી સદી
વિજય હઝારેની આ સિઝનમાં દેવદત્ત પડિક્કલ પણ શાનદાર ફોર્મમાં છે. તેણે 5મી મેચમાં સિઝનની ચોથી સદી ફટકારી હતી. કર્ણાટકના બેટ્સમેને ત્રિપુરા સામે 120 બોલમાં 3 સિક્સર અને 8 ફોરની મદદથી 108 રન બનાવ્યા હતા અને તેની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 332 રન બનાવ્યા હતા.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣,4⃣ 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 3, 2026
A maiden List A 💯 brought up in some style 🔥
Hardik Pandya was on 66 off 62 balls against Vidarbha...and then he went berserk in the 39th over to complete his 100, smashing five sixes and a four 💪
Scorecard ▶️ https://t.co/MFFOqaBuhP#VijayHazareTrophy… pic.twitter.com/pQwvwnI7lb
આ પણ વાંચો - આઈપીએલ 2026 : KKR એ મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કર્યો
દેવદત્ત પડ્ડીકલે આ સિઝનની પ્રથમ મેચમાં ઝારખંડ સામે 147 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં કેરળ સામે 124 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં તેણે તામિલનાડુ સામે 22 રન બનાવ્યા હતા અને ચોથી મેચમાં પુડુચેરી સામે તેણે 113 રન બનાવ્યા હતા. હવે પાંચમી મેચમાં તેણે 108 રન બનાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us